નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નામે છેતરપિંડી કરવાનો ખુલાસો થયો છે. હરિયાણા સરકારના મંત્રી રંજીત સિંહને 20 ડિસેમ્બરે એક એપ દ્વારા કોલ કરીને અમિત શાહનું નામ લઈને પાર્ટી ફંડના નામે 3 કરોડ રૂપિયા માંગ્યા હતા. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આ મામલે 2 લોકોની ધરપકડ કરી છે.
જ્યારે પોલીસે આ અંગે તપાસ કરી ત્યારે ખબર પડી કે અમિત શાહના ઘરેથી કોઈ ફોન કરવામાં આવ્યો નથી. જો કે આ બન્ને લોકોની ભૂમિકા અંગે કોઈ ખુલાસો થયો નથી.
દિલ્હી પોલીસે આ મામલે જગતાર સિંહ અને ઉપકાર સિંહ નામના બે વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા આ બન્નેની પૂછપરછ ચાલી રહી છે.