નવી દિલ્હીઃ હોમ બાયર્સ બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ આમ્રપાલી ગ્રુપ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. બ્રાન્ડિંગ અને માર્કેટિંગના બદલામાં કંપનીએ ધોનીને 40 કરોડ રૂપિયા આપવાના છે. ધોનીએ કોર્ટને આ મામલામાં હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. 2009માં ધોનીએ આમ્રપાલી ગ્રુપ સાથે અનેક કરાર કર્યા છે અને કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. આ જૂથ સાથે છ વર્ષ સાથે જોડાયેલો રહ્યો હતો પરંતુ 2016માં જ્યારે કંપની દ્ધારા દગો આપવામાં આવેલા હોમ બાયર્સે સોશિયલ મીડિયા પર આ વિકેટકીપર વિરુદ્ધ અભિયાન છેડ્યું હતું તો ધોનીએ આમ્રપાલી સાથે સંબંધ તોડી નાખ્યો હતો. ધોનીની પત્ની પણ આ જૂથના ચેરિટી કાર્યક્રમ સાથે જોડાયેલી હતી.


સુપ્રીમ કોર્ટે આ જૂથ વિરુદ્ધ 46 હજાર હોમબાયર્સની અરજી પર સુનાવણી કરી રહ્યું છે. આ હોમબાયર્સેને સમય પર ફ્લેટ આપવામાં આવ્યા નથી. કોર્ટે જૂથની તમામ સંપત્તિઓ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. ધોનીએ પણ આર્થિક હિતની રક્ષા માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. ધોનીએ કોર્ટમાં કહ્યું કે, તેના હિતોની રક્ષા માટે જૂથની જમીનનો એક ભાગ તેને પણ આપવામાં આવે.

ધોની કંપનીના અનેક વીડિયોમાં જોવા મળતો હતો. કોર્ટે કહ્યું કે, આમ્રપાલી જૂથે તેની સાથે અનેક કરાર કર્યા હતા પરંતુ તેની સેવાઓની ચૂકવણી કરી નથી. કંપની પર તેના કુલ 38.95 કરોડ રૂપિયા બાકી છે. જેમાંથી 22.53 કરોડ રૂપિયા મૂડી છે અને 16.42 કરોડ રૂપિયા વ્યાજ છે. જેની ગણતરી 18 ટકા વાર્ષિક આધારના વ્યાજ સાથે કરવામાં આવી છે. નોંધનીય છે કે આમ્રપાલી જૂથ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે 28 ફેબ્રુઆરીના રોજ જૂથના સીએમડી અનિલ શર્મા અને બે ડિરેક્ટર્સ શિવ પ્રિય અને અજય કુમારને પોલીસ કસ્ટડીમાં મોકલ્યા હતા.