નવી દિલ્હી: કટોકટીના 43 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આ પ્રસંગે ભાજપ અને કૉંગ્રેસે એકબીજા પર પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન મોદીએ કૉંગ્રેસ પર પ્રહારો કરતાં કહ્યું કે કૉંગ્રેસ આજે લોકોમાં ડર ફેલાવી રહી છે કે મોદી સંવિધાનને ખતમ કરી દેશે. કૉંગ્રેસે પણ પલટવાર કર્યો, કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું દેશમાં 49 મહિનાથી અઘોષિત કટોકટી લાગેલી છે, એટલુંજ નહીં સુરજેવાલએ પીએમ મોદીની તુલના ઔરંગઝેબ સાથે કરી છે.


રણદીપ સુરજેવાલાએ પીએમ મોદી પર સીધો હુમલો કરતા કહ્યું, “ દિલ્હી સલ્તનત ઔરંગઝેબથી પણ ક્રુર સરમુખત્યાર મોદીએ દેશને આજે 43 વર્ષ જૂના કટોકટીના પાઠ ભણાવ્યા. પરંતુ તેઓ ભૂલી ગયા છે કે ઔરંગઝેબે માત્ર તેના પિતાને બંધક બનાવ્યા હતા. પરંતુ તેઓએ જ સમગ્ર પ્રજાતંત્રને બંધક બનાવી દીધા છે.”

કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે, "પીએમ મોદી કટોકટીની યાદ અપાવીને દેશને ભટકાવી રહ્યાં છે, શું ઇન્દિરા ગાંધીને કોસવાથી ખેડૂતોને ફાયદો મળી શકે છે. શું કટોકટીથી વાત કરી સારા દિવસો આવશે?" ઇન્દિરા ગાંધીએ વ્યાપક લડાઇ લડી હતી.

સુરજેવાલાએ કહ્યું કે, "મોદીજી વૃદ્ધ માતાનું ઉદાહરણ આપી રહ્યાં હતા, પરંતુ તે વૃદ્ધ માતા આજે નોટ બદલવા માટે લાઈનમાં ઊભા હતા.જેનાથી તેના બાળકની જીવ બચી જાય પરંતુ નોટ નથી બદલી આપ્યા. આજે સવાલ પૂછતાં દરેક વ્યક્તિને દેશદ્રોહી કહેવામાં આવે છે. લાલકૃષ્ણ અડવાણીને પરાણે માર્ગદર્શક મંડળમાં મોકલવામાં આવે છે."

સુરજેવાલાએ કહ્યું,“મોદીજી પોતાના નિષ્ફળતાઓને દબાવવા માટે ઇતિહાસ સાથે બદલો લઈ રહ્યા છે. પરંતુ તેઓ ભૂલી ગયા છે તે તેઓ પોતેજ ઇતિહાસ બનવાના છે.