નવી દિલ્હી: ભારતથી ફરાર લિકર કિંગ વિજય માલ્યાએ દાવો કર્યો છે કે, બેન્કોને પૈસા ચુકવવા માટે તેણે પૂરો પ્રયત્ન કર્યો હતો. આ મામલે મે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી અરૂણ જેટલીને પણ પત્ર લખ્યો હતો, પરંતુ કોઈ જવાબ મળ્યો નથી. સાથે માલ્યાએ કહ્યું કે બેન્કો મને બેન્કોને ચુનો લગાવનારમાં ‘પોસ્ટર બોય’ તરીકે રજૂ કરે છે. તેના કારણે હવે મારું નામ સાંભળતા જ લોકોમાં ગુસ્સો ઊભરી આવે છે.

માલ્યાએ કહ્યું, “મે વડાપ્રધાન મોદી અને નાણામંત્રીને 15 એપ્રિલ 2016માં પત્ર લખ્યો હતો અને હવે મે તમામ વસ્તુને સાચા સંદર્ભમાં રજૂ કરવા માટે આ પત્ર સાર્વજનિક કરી રહ્યો છું.”

માલ્યાએ આગળ કહ્યું, “રાજનેતાઓ અને મીડિયાએ મારા પર એવા પ્રકારના આરોપ લગાવ્યા છે કે કિંગફિશર એરલાઇન્સને આપવામાં આવેલા 9000 કરોડ રૂપિયાનું દેવું ચોરી કરીને ભાગી ગયો, કેટલાક કે તો જાણી જોઇને દેવું નહીં ચુકવવાનો લગાવ્યો.”

માલ્યાએ કહ્યું કે બેન્કોનું દેવું આપવા માટે પ્રયત્ન કરી રહ્યો છું, પરંતુ તે બેન્કોએ મને કૌભાંડ કરનાર પોસ્ટર બોય તરીકે રજૂ કર્યો છે. તેણે ઈડી અને સીબીઆઈની ચાર્જશીટ પર સવાલ ઉઠાવતા કહ્યું, સરકાર અને લોન આપનાર બેન્કો તરફથી પાયા વગરના અને ખોટા આરોપ પર કાર્યવાહી કરવામાં આવી.

સરકારના સૂત્રોના કહેવા પ્રમાણે માલ્યાના પ્રત્યાર્પણની પ્રક્રિયા હવે અંતિમ સ્ટેજ પર છે, આથી તે ધ્યાન ભટકાવવા માટે આવું કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે બેન્કો સાથે 9500 કરોડ રૂપિયાના કૌભાંડ કરીને વિજય માલ્યા દેશમાંથી ભાગી હતો. માલ્યા હાલમાં બ્રિટેનમાં છે. જેને ભારત પ્રત્યાર્પણ કરવા માટે કેન્દ્ર સરકાર સતત પ્રયાસ કરી રહી છે. માલ્યા વિરુદ્ધ બ્રિટેનની કોર્ટમાં પણ કેસ ચાલી રહ્યો છે.