કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાએ કલમ 370 રદ કરવાનું સમર્થન કર્યું, જાણો વિગતે
abpasmita.in | 06 Aug 2019 08:17 PM (IST)
જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું. જેમાં સંપૂર્ણ બહુમતથી બિલ પાસ થયું હતું. બિલના પક્ષમાં 370 અને વિરુદ્ધમાં 70 વોટ પડયા હતા.
નવી દિલ્હી: આજે સંસદમાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું. જેમાં સંપૂર્ણ બહુમતથી બિલ પાસ થયું હતું. બિલના પક્ષમાં 370 અને વિરુદ્ધમાં 70 વોટ પડયા હતા. કલમ-370 હટાવવાનાં મુદ્દે કૉંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ મોદી સરકારનું સમર્થન કર્યું છે. કૉંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વિટ કરતા લખ્યું કે, 'જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને લઇને ઉઠાવવામાં આવેલા ભારત દેશમાં તેના પૂર્ણ રૂપથી એકીકરણનો હું સમર્થક છું. જો સંવિધાનિક પ્રક્રિયાનું પૂર્ણ રૂપે પાલન થયું હોત તો સારું હતુ, સાથે કોઈ પ્રશ્નો પણ ઉપસ્થિત ના થયા હોત.પરંતુ આ નિર્ણય રાષ્ટ્ર હિતમાં લેવામાં આવ્યો છે અને હું તેનું સમર્થન કરું છું.' જ્યોતિરાદિત્ય સિંધિયા પહેલા મિલિંદ દેવડા, દીપેન્દ્ર હુડ્ડા અને જનાર્દન દ્વિવેદી 370ને નાબુદ કરવામાં સમર્થન આપી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે જ્યોતિરાદિત્ય સિંધિયાને રાહુલ ગાંધીની નજીકના માનવામાં આવે છે.