અધીર રંજન ચૌધરીએ બુધવારે પીઓકેએ ભારતમાં ભેળવવાનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, પીઓકે પર ભારત તરફથી કોઇ કાર્યવાહી થઇ તો ચીન ચૂપ નહી બેસે. હવે ભારત પીઓકેમાં કાંઇ કરી શકે નહીં. ચીન જ્યારે પીઓકેમાં ઘૂસવા લાગ્યું તો પીઓકે પાકિસ્તાનના કબજામાં ચાલ્યું ગયું. હવે તમે કાંઇ કરી શકતા નથી. પીઓકેમાં કાંઇ કરવા જશો તો તમારે ચીન સાથે ટકરાવું પડશે. શું તમે તૈયાર છો? શું તમે પાકિસ્તાન અને ચીન સામે એકસાથે ટકરાવવા માટે તૈયાર છો? જો તૈયાર હોય તો પીઓકે પર કબજો કેમ કરતા નથી?
અધીર રંજને આર્મી ચીફને લઇને કહ્યું કે, જો સંસદ અમને મંજૂરી આપશે તો અમે પીઓકે પર કબજો કરી લઇશું. 1994માં આ સંસદે સર્વસંમતિથી પ્રસ્તાવ પાસ કર્યો હતો કે પીઓકેને પોતાના કબજામાં લેવું જોઇએ. આજે પણ સરકાર તરફથી બીજો પ્રસ્તાવ લાવવામાં આવશે કે પીઓકેને પોતાના કબજામાં લઇ લો. તો શું તમારામાં હિંમત છે. તેમણે કહ્યું કે, પીઓકેમાં કાર્યવાહી કરવાનો અર્થ છે ચીન સામે દુશ્મની કરી લેવી. હાલમાં ચીન-પાકિસ્તાન કોરિડોર બની રહ્યો છે. આ કોરિડોર ગ્વાદર પોર્ટ સુધી જશે. આપણી ઇસ્ટર્ન ફ્રંટની સિક્યોરિટી ખત્મ થઇ જશે.