નવી દિલ્લીઃ ભૂતપૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજના નિધનથી સમગ્ર દેશ શોકમાં ગરકાવ છે. તમામ રાજકીય નેતાઓ સુષ્માજીને શ્રધ્ધાંજલિ આપવા માટે ઉમટી પડ્યા છે. કોંગ્રેસના ગુલામ નબી આઝાદ પણ રાત્રે જ સુષ્માજીના ઘરે પહોંચ્યાં હતા. સુષ્માજીને શ્રધ્ધાંજલિ આપવાની સાથે પરિવારને તેમણે સાંત્વના પણ આપી હતી.

આ પ્રસંગે ગુલામનબી આઝાદે સુષ્માજી સાથેના જૂના સંબંધોને યાદ કર્યા. તેમણે કહ્યું કે, સુષ્માજી સાથે મારે 40 વર્ષ જૂના સંબંધ હતા. હું યુથ કોંગ્રેસનો પ્રમુખ હતો ને સુષ્માજી હરિયાણામાં કેબિનેટ પ્રધાન બન્યાં ત્યારથી હું તેમને ઓળખતો હતો.

આઝાદે ભાવુક થઈને કહ્યું કે, 'રાજનીતિ અપની જગહ હૈ મગર આજ હમને અપની એક બહેન ખો દી..સુષ્મા સ્વરાજ સાથેનાં સંસ્મરણો તેમણે વાગોળ્યાં હતાં. સુષ્મા સ્વરાજ કઈ રીતે પ્રેમથી બધાંને મળતાં ને કામ કરવા તત્પર રહેતાં તેનો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો.