નવી દિલ્હી: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામને નવ દિવસ થયા પરંતુ રાજ્યમાં કોની સરકાર બનશે તે નક્કી નથી. ત્યારે કૉંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ હુસૈન દલવાઈએ સોનિયા ગાંધીને પત્ર લખી મહારાષ્ટ્રમાં શિવસેનાને સમર્થન આપવાની સલાહ આપી છે. હુસૈન દલવાઈના જણાવ્યા અનુસાર પ્રતિભા પાટિલ અને પ્રણવ મુખરજીના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં શિવસેનાએ કૉંગ્રેસને સમર્થન આપ્યું હતું. આજે આવી જ રીતે ભાજપને સત્તાથી બહાર રાખવા માટે કૉંગ્રેસે શિવસેનાને સમર્થન આપવું જોઈએ.
દલવાઈના પત્ર લખવા પર શિવસેનાએ કહ્યું અમે તેનું સ્વાગત કરીએ છીએ. શિવસેના સાંસદ સંજય રાઉતે આજે કહ્યું હુસૈન દલવઈ સમાજવાદી નેતા છે. પ્રોગ્રેસિવ પરિવારમાંથી આવે છે. આ પત્રનું સ્વાગત થવું જોઈએ. રાઉતે એનસીપી અધ્યક્ષ શરદ પવાર સાથેની વાતચીતને લઈને કહ્યું મહારાષ્ટ્રમાં જે પ્રકારની સ્થિતિ ચાલી રહી છે, શિવસેના અને ભાજપને છોડી તમામ રાજકીય પક્ષો એક બીજા સાથે વાતચીત કરી રહ્યા છે.
હુસૈન દલવાઈએ કહ્યુ, 2017માં થયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં શિવસેનાએ કૉંગ્રેસના ઉમેદવાર પ્રતિભા પાટિલને સમર્થન આપ્યું હતું. જ્યારે વર્ષ 2012માં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં શિવસેનાએ પ્રણવ મુખરજીને સમર્થન આપ્યું હતું. 1980ની ચૂંટણીમાં શિવસેનાએ કૉંગ્રેસને સમર્થન આપ્યું હતું.
શિવસેનાને સમર્થન આપવાને લઈને કૉંગ્રેસમાં નેતાઓની અલગ-અલગ મંતવ્ય છે. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર શિંદેએ શુક્રવારે કહ્યું કૉંગ્રેસ સરકાર નહી બનાવે. હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે કૉંગ્રેસ સેક્યૂલર પાર્ટી છે. કૉંગ્રેસ ક્યારેય ધર્મ અને જાતીઓના વિચાર પર ચાલતી પાર્ટીઓને સમર્થન નહી આપે. જનતાએ અમને વિપક્ષમાં બેસવા માટે જનાદેશ આપ્યો છે. જેનું અમે પાલન કરીશું.
કૉંગ્રેસ નેતાએ સોનિયા ગાંધીને પત્ર લખી કહ્યું, શિવસેનાને સમર્થન આપો, સંજય રાઉતે સ્વાગત કર્યું
abpasmita.in
Updated at:
02 Nov 2019 12:26 PM (IST)
કૉંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ હુસૈન દલવાઈએ સોનિયા ગાંધીને પત્ર લખી મહારાષ્ટ્રમાં શિવસેનાને સમર્થન આપવાની સલાહ આપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -