ચિદમ્બરમના દીકરા કાર્તિએ કહ્યું કે, તપાસ એજન્સીઓ દ્વારા મામલાને સનસનીખેજ બનાવવા માટે આ ડ્રામા કરવામાં આવ્યો છે. સંકટના સમયમાં પરિવારને સાથ આપવા બદલ કોંગ્રેસ, રાહુલ ગાંધી, કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવીનો આભારી છું.સીબીઆઈના આ પગલાં સામે અમ કોર્ટમાં જઈશું અને ત્યાં અમે નિર્દોષ સાબિત થઈશું. મારા પિતાને ઈડીએ અનેક વખત સમન મોકલ્યા અને તેઓ હાજર થયા હતા. આ મામલાનો કાનૂની રીતે સામનો કરીશું.
આટલા કલાકથી ક્યાં ગુમ હતા? તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું રાતથી વકીલો સાથે દસ્તાવેજો તૈયાર કરી રહ્યો હતો. મને અને મારા દીકરા કાર્તિને ફસાવવામાં આવી રહ્યા છે. લોકતંત્રનો પાયો આઝાદી છે, જો મારે જિંદગી અને આઝાદી વચ્ચે કોઈ એકની પસંદગી કરવાની હોય તો હું આઝાદી પસંદ કરીશ.
પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમને INX મીડિયા કેસમાં દિલ્હી હાઇકોર્ટે આગોતરા જામીન અરજી ફગાવ્યા બાદ લાપતા થઈ ગયા હતા. સુપ્રીમ કોર્ટમાંથી પણ તેમને રાહત મળી નહોતી. સીબીઆઈ તેમને શોધવા ગઈકાલે ત્રણ વખત તેમના ઘરે ગઈ હતી.
27 કલાકથી ક્યાં ગુમ હતા ચિદમ્બરમ, પ્રેસ કોન્ફરન્સમાં ખુદ કર્યો ખુલાસો
આખરે પી ચિદમ્બરમ પ્રકટ થયા, કહ્યું- હું આરોપી નથી, ફસાવવામાં આવી રહ્યો છે