નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી INX મીડિયા કેસમાં 106 દિવસ બાદ ગઈકાલે જેલમાંથી જામીન પર બહાર આવ્યા હતા. જે બાદ આજે તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને અર્થવ્યવસ્થા સહિત અનેક મુદ્દા પર મોદી સરકારને ઘેરી હતી.


તેમણે કહ્યું, હું 106 દિવસ બાદ તમારી સાથે વાત કરી રહ્યો છું. કોઈપણ આરોપો વગર નેતાઓની ધરપકડ કરવામાં આવી રહી છે. મંત્રીના રૂપમાં મારો રેકોર્ડ અને વિવેક બિલકુલ સ્પષ્ટ છે. જે અધિકારીઓએ મારી સાથે કામ કરી રહ્યું છે, જે વ્યવસાયિક વ્યક્તિઓએ મારી સાથે વાતચીત કરી છે અને જે પત્રકારોએ મારું અવલોકન કર્યું છે, તે આ વાતને સારી રીતે જાણે છે.


GDPનો ઉલ્લેખ કરીને ચિદમ્બરમે કહ્યું, 5 ટકાનો વિકાસ દર પણ ભરોસા લાયક નથી. મોદી સરકારમાં અર્થવ્યવસ્થાને સંભાળવાની ક્ષમતા નથી. તેમણે બીજેપીને અર્થવ્યવસ્થા સંભાળવાના સંદર્ભમાં નિષ્ફળ મેનેજર ગણાવી કહ્યું, કોંગ્રેસ અને અન્ય પક્ષોમાં અર્થવ્યવસ્થા સંભાળવાની કાબિલિયત છે. પરંતુ દેશે આ માટે રાહ જોવી પડશે. પીએમ સામાન્ય રીતે અર્થતંત્ર જેવા મુદ્દે મૌન રહે છે. જેને તેમણે તેમના મંત્રીઓ પર છોડી દીધી છે તેથી કેવી રીતે સમજાવી શકે. ચાલુ નાણાકીય વર્ષના 7 મહિના બાદ પણ બીજેપી સરકાર માની રહી છે કે અર્થવ્યવસ્થમાં સમસ્યાઓ થોડા સમય માટેની છે. આ મુદ્દે સરકાર ખોટી છે.


જેવો હું રાત્રે 8 વાગ્યે મુક્ત થયો કે તરત જ મેં આઝાદીની હવા શ્વાસમાં લીધી. મારા દિમાગમાં પહેલો વિચાર અને પ્રાર્થના જમ્મુ-કાશ્મીરના 75 લાખ લોકો માટે આવી, જેમને 4 ઓગષ્ટ, 2019ના રોજ તેમની સ્વતંત્રતાથી વંચિત કરી દેવામાં આવ્યા. હું એવા રાજકીય નેતાઓ અંગે ચિંતિત છું, જેમને કોઈપણ આરોપો વગર ધરપકડ કરવામાં આવી છે. સ્વતંત્રતાને વહેંચી શકાય નહીં. જો આપણે સ્વતંત્રતા બચાવવી હશે તો તેના માટે લડવું પડશે.

ડુંગળીના વધતા ભાવોને લઈ ચિદમ્બરમે કહ્યું, દેશમાં ડુંગળીના ભાવ 100 રૂપિયાને વટાવી ગયો છે પરંતુ નાણામંત્રીને મોંઘી ડુંગળીની ચિંતા નથી.

મોદી સરકારને તગડો ઝટકો, રિઝર્વ બેંકે GDPનો અંદાજ ઘટાડીને 5% ટકા કર્યો

કર્ણાટકઃ બે દિવસ પહેલા પંજો છોડી ભાજપમાં ભળી ગયા હતા આ નેતા, ફરી કોંગ્રેસમાં વાપસી કરી કહ્યું- મને......