કર્ણાટકઃ બે દિવસ પહેલા પંજો છોડી ભાજપમાં ભળી ગયા હતા આ નેતા, ફરી કોંગ્રેસમાં વાપસી કરી કહ્યું- મને......
abpasmita.in | 05 Dec 2019 12:02 PM (IST)
આર વસંત કુમારે કહ્યું, ભારતીય જનતા પાર્ટીના નેતા મને અચાનક મુખ્યમંત્રી આવાસ લઈ ગયા અને મને ભાજપમાં સામેલ કરી દીધો. કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ દિનેશ ગુંડ્ડુ રાવે કહ્યું, બીજેપી કેવા પ્રકારની રાજનીતિ કરી રહી છે તેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે.
બેંગલુરુઃ મહારાષ્ટ્ર બાદ હવે કર્ણાટકની રાજનીતિમાં નાટકીય ઘટનાક્રમ જોવા મળ્યો છે. બે દિવસ પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયેલા બેંગલુરુના કોર્પોરેટર આર વસંત કુમાર ફરીથી કોંગ્રેસમાં ભળી ગયા છે. કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ દિનેશ ગુંડ્ડુ રાવે કોર્પોરેટર વસંત કુમારને પક્ષમાં સામેલ કર્યા હતા. આ દરમિયાન આર વસંત કુમારે કહ્યું, ભારતીય જનતા પાર્ટીના નેતા મને અચાનક મુખ્યમંત્રી આવાસ લઈ ગયા અને મને ભાજપમાં સામેલ કરી દીધો. કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ દિનેશ ગુંડ્ડુ રાવે કહ્યું, બીજેપી કેવા પ્રકારની રાજનીતિ કરી રહી છે તેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. બીજેપીને તેના નેતાઓ પર ભરોસો નથી એટલે તેઓ અમારા નેતાઓને હાઇજેક કરવાની કોશિશ કરી રહ્યું છે. બીજેપીએ આર વસંત કુમાર પર દબાણ કર્યુ પરંતુ તેમ છતાં તેઓ અમારી પાસે આવી ગયા. આ પ્રકારની રાજનીતિ બંધ થવી જોઈએ. દિનેશ ગુંડ્ડુ રાવે કહ્યું, આજે ડુંગળીની કિંમત એટલી વધારે છે કે તમે જથ્થાબંધ ડુંગળી ખરીદો તો આવકવેરા વિભાગની નોટિસ મળી શકે છે. પેટ્રોલ, ડીઝલ, ડુંગળીની કિંમતો ટોચ પર પહોંચી છે તેમ છતાં ભાજપ મોંઘવારી પર ધ્યાન નથી આપી રહી. માત્ર તોડફોડની રાજનીતિ કરી રહી છે. હૈદરાબાદઃ KL Rahul 26 રન બનાવતાં જ રોહિત-કોહલી-ધોનીની કલબમાં થઈ જશે સામેલ, જાણો વિગત MP: ટ્રક અને બસ વચ્ચે થયો ગમખ્વાર અકસ્માત, ડ્રાયવર સહિત 10 લોકોના મોત હેલ્મેટ વગર શહેરમાં બાઇક ચલાવવાની રાજ્ય સરકારે છૂટ આપ્યા બાદ અમદાવાદના કમિશ્નરે લોકોને શું કરી અપીલ, જાણો વિગત