કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી મોંઘવારી મુદ્દે સતત કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહ્યા છે. સોમવારે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે તેનાથી ભારતના લોકોને ફરક પડી રહ્યો છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી (BJP)ને કોઈ ફરક નથી પડતો. 


રાહુલ ગાંધીએ છેલ્લા કેટલાક મહિનામાં કરિયાણાના ખર્ચમાં ભારે વધારો થયો હોવાનો દાવો કરનાર સમાચાર ટ્વિટર પર શેર કરી  રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, "ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક નથી રડતો, પણ ભારતની જનતા ફરક પડી રહ્યો છે."




આ પહેલા રાહુલ ગાંધીએ શનિવારે ચેતવણી આપી હતી કે મોંઘવારી વધુ વધશે. આ સાથે તેમણે સરકારને દેશના લોકોને મોંઘવારીથી બચાવવા માટે પગલાં ભરવાનો અનુરોધ કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધની શરૂઆત પહેલા જ કિંમતોમાં રેકોર્ડ વધારાએ ગરીબ અને મધ્યમ વર્ગને કચડી નાખ્યો હતો.


તેમણે કહ્યું આ (ફુગાવો) વધુ વધશે કારણ કે ક્રૂડ ઓઇલની કિંમત બેરલ દીઠ $ 100 કરતાં વધુ છે, ખાદ્યપદાર્થોના ભાવમાં 22 ટકાનો વધારો થવાની ધારણા છે. કોવિડે વૈશ્વિક પુરવઠા શૃંખલાને ખોરવી નાખી છે.


તેમણે કહ્યું. "ભારત સરકારે હવે કાર્યવાહી કરવી જોઈએ અને લોકોને મોંઘવારીથી બચાવવા જોઈએ," 


સોમવારે સરકાર દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર, ક્રૂડ ઓઈલ અને નોન-ફૂડ આઈટમોના ભાવમાં વધારાને કારણે ફેબ્રુઆરીમાં છૂટક ફુગાવો વધીને 6.07 ટકાની આઠ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. આ સમયગાળા દરમિયાન જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવો વધીને 13.11 ટકા થયો હતો. 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર રશિયન આક્રમણ બાદ ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસના ભાવમાં થયેલા વધારાથી જથ્થાબંધ ભાવ સૂચકાંક પર પ્રતિકૂળ અસર થઈ છે.