ગુવાહાટીમાં રાહુલ ગાંધીએ કહ્યું- આસામને RSSવાળા નહીં જનતા ચલાવશે
abpasmita.in | 28 Dec 2019 04:46 PM (IST)
રાહુલ ગાંધીએ કહ્યું, ભાજપ જ્યાં પણ જાય છે ત્યાં નફરત ફેલાવે છે. આસામના યુવાનો વિરોધ કરી રહ્યાં છે, ભાજપ લોકોનો અવાજ સાંભળવા નથી માંગતી.
ગુવાહાટી: કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કૉંગ્રેસના 135માં સ્થાપના દિવસના અવસર પર પાર્ટીની રેલીમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ(આરએસએસ) અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હાત. તેમણે કહ્યું કે અમે ભાજપ અને આરએસએસને આસામના ઈતિહાસ, ભાષા, સંસ્કૃતિ પર આક્રમણ કરવા નહીં દઈએ. આસામને નાગપુર (આરએસએસ મુખ્યાલય) નહીં ચલાવે, આરએસએસની ચડ્ડીવાળા આસામને ચલાવી શકે નહીં. આસામની પ્રજા આસામને ચલાવશે. રાહુલ ગાંધીએ કહ્યું, આસામ સમજૂતીની ભાવનાને સમાપ્ત કરવી જોઈએ નહીં, જેના કારણે શાંતિ આવી છે. તેમણે કહ્યું કે મને આશંકા છે કે ભાજપની નીતિઓના કારણે આસામ હિંસાના રસ્તે આવી રહ્યું છે. તેઓએ સીએએ, એેનઆરસી અને એનપીઆરના વિરોધ પ્રદર્શનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભાજપ જ્યાં પણ જાય છે ત્યાં નફરત ફેલાવે છે. આસામના યુવાનો વિરોધ કરી રહ્યાં છે, અન્ય રાજ્યોમાં પણ વિરોધ થઈ રહ્યો છે. ભાજપ લોકોના અવાજ સાંભળવા નથી માંગતી. આ પહેલા રાહુલે એનઆરસી અને એનપીઆરને લઈને નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે આ નોટબંધી-2 છે. તેનાથી દેશના ગરીબને મોટું નુકસાન થવા જઈ રહ્યું છે. નોટબંધીને ભૂલી જાઓ, આ તેનાથી ડબલ ઝટકો હશે, રાહુલ ગાંધીના નિવેદન પર રાજ્યસભા સાંસદ અને આરએસએસ વિચારક રાકેશ સિન્હાએ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું,“રાહુલ ગાંધી દેશની રાજનીતિના વિમર્શ અને સંસ્કૃતિ અને ભાષાને નીચલા સ્તરે લઈ જઈ રહી છે. તે અપશબ્દનો ઉપયોગ કરીને રાજનીતિનું સ્તર નીચે લાવી રહ્યાં છે.”