મુંબઈ: મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં એક ફેક્ટરીમાં શુક્રવારે આગની ઘટના બની હતી, જેમાં મોડી રાત્રે આગ પર કાબૂ મેળવાયો હતો. સર્ચ ઓપરેશન દરમિયાન બે લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આગ લાગવાના કારણે ફાયરફાયટરની 15 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી હતી.


બચાવકાર્ય દરમિયાન ત્રણ લોકો ફેક્ટરી અંદર હોવાના રિપોર્ટ્સ સામે આવ્યા હતા.જેમાં એક મહિલા અને એક પૂરૂષનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે અન્ય એકની ફાયર વિભાગે શોધખોળ શરૂ કરી છે. એક એટલી વિકરાળ હતી કે મોડી રાત્રે આગ પર કાબૂ મેળવાયો હતો.