Rahul Gandhi Attacks BJP:કોગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોની ટાર્ગેટ કિલિંગ અને હિજરત અંગે ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા છે અને આ માટે ભાજપને જવાબદાર ઠેરવ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે સત્તામાં આવતા પહેલા મોટી મોટી વાતો કરનારા દેશના વડાપ્રધાન આજે સત્તા ભોગવી રહ્યા છે અને કાશ્મીરીઓ પોતાના ઘરમાં શરણાર્થી બનીને રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આ વર્ષે કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની 30 ઘટનાઓ બની છે. કાશ્મીરમાંથી કાશ્મીરી પંડિતોની હિજરત ઝડપથી વધી રહી છે. યુપીએ દ્વારા કરવામાં આવેલા સારા કામને ભાજપે બરબાદ કરી દીધા છે.
કાશ્મીરી પંડિત પુરણ કૃષ્ણ ભટ્ટની 15 ઓક્ટોબરે શોપિયા જિલ્લાના ચૌધરીગુંડ ગામમાં તેમના ઘરની બહાર આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી હતી. આ પછી 18 ઓક્ટોબરે શોપિયામાં પોતાના ઘરમાં સૂઈ રહેલા મોનિશ કુમાર અને રામ સાગર પણ આતંકીઓના ગ્રેનેડ હુમલામાં માર્યા ગયા હતા. એક પછી એક ટાર્ગેટ કિલિંગની આવી ઘટનાઓ બાદ કાશ્મીરના ગામડાઓમાં રહેતા કાશ્મીરી પંડિતોમાં ભય ફેલાયો છે અને તેઓ હિજરત કરી રહ્યા છે.
10 કાશ્મીરી પંડિતોએ પોતાનું ગામ છોડી દીધું
ચૌધરીગુંડ ગામના 10 કાશ્મીરી પંડિત પરિવારો ડરના કારણે શોપિયાં ગામ છોડીને જમ્મુ પહોંચી ગયા છે. ગામના લોકોએ કહ્યું હતું કે તાજેતરના આતંકવાદી હુમલાઓએ તેમનામાં ભય પેદા કર્યો છે, તેઓએ કહ્યું કે 1990ના દાયકામાં આતંકવાદના સૌથી મુશ્કેલ તબક્કામાં પણ અમને આટલો ડર નહોતો. અમે ત્યારે પણ કાશ્મીરમાં રહેતા હતા અને અમે અમારું ઘર છોડ્યું ન હતું.