એક દિવસ પહેલા જ હાઇ વૉલ્ટેજ ડ્રામા બાદ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત 153 નામજ અને 50 અન્ય લોકો વિરુદ્ધ કલમ 155/2020, કલમ 188,269,270 આઇપીસી તથા 3 મહામારી એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસ અનુસાર વારંવાર ના પાડવા છતાં રાહુલ, પ્રિયંકા ગાંધી અને અન્ય તમામ કોંગ્રેસ કાર્યકર્તા હાથરસ પીડિતાના પરિવારને મળવા જવાની જીદ પર અડ્યા રહ્યાં, વળી કાર્યકર્તાઓએ પોલીસની સાથે ધક્કા મુક્કી કરી હતી.
હાથરસ દુષ્કર્મ પીડિતાના પરિવારજનોને મળવા જઇ રહેલા રાહુલ ગાંધીને યમુના એક્સપ્રેસ વે પર ધરપકડ કરી લેવામાં આવી હતી, ત્યારબાદ થોડી વાર પછી છોડી દેવામાં આવ્યા હતા, હાઇવે પર રાહુલ ગાંધીને રોકવા દરમિયાન પોલીસની સાથે થોડી ધક્કામુક્કીમાં રાહુલ નીચે પડી ગયા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે ભલે કલમ 144 લગાવી દેવામાં આવી હોય, પરંતુ તે પીડિતાના પરિવારજનોને મળવા એકલા હાથરસ જશે, બાદમાં કોંગ્રેસ નેતા અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતુ.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ