હાથરસ: હાથરસમાં અત્યારનો શિકાર યુવતીના ગામમાં આજે સવારથી જ પોલીસ કાફલો છે. સવારથી જ પત્રકારને ગામની બહાર રોકી દેવામાં આવ્યા છે અને પોલીસના જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે.
પોલીસના અધિકારીઓ અને જવાન જે સ્થળ પર છે, તેમાંથી કોઈ પાસે જવાબ નથી કે કેમ રોકવામાં આવી રહ્યા છે. દલીલ એ કરવામાં આવી કે લખનઉથી ત્રણ સદસ્યોની એસઆઈટી તપાસ માટે પહોંચી છે એટલે રોકવામાં આવ્યા છે.
પરિવાર પાસે પાંચ કલાક સુધી એસઆઈટીની ટીમે તપાસ કરી અને પીડિત પરિવાર સાથે વાત કરી. આ દરમિયાન મીડિયાને ગામમાં જવાની રોક લગાવવામાં આવી હતી. એસઆઈટીની ટીમ ગયા બાદ પણ કોઈને અંદર ન જવા દેવામાં આવ્યા.
બપોરે 2.28 વાગ્યે એસઆઈટીની ટીમ રવાના થયા બાદ હાથરસના ડીએમ અને એસએસપી પૂરા કાફલા સાથે પીડિતાના પરિવારજનોને મળવા પહોંચ્યા હતા.
ડીએમ સાહેબને અંદાજ નહોતો કે પરિવાર તેમના રોફ આગળ કંઈ નહી બોલે પરંતુ તેમની વાતો પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી રહ્યો હતો. ડીએમ સાહેબે અલગ-અલગ પ્રકારની વાતો કરી એમ પણ બોલ્યા કે જે મળી રહ્યું છે તે લઈ લો. ડીએમ સાહેબે કોરોનાનો પણ ભય બતાવ્યો અને કહ્યું છોકરી જો કોરોનાથી મળી જાત તો શું મળત.
ડીએમ સાહેબ દ્વારા કહેવામાં આવેલી વાત ક્યારેય સામે ન આવત જો પરવિાર એબીપી ન્યૂઝને આ ક્લિપ ન મોકલાવત. ડીએમ સાહેબે એમ પણ કહ્યું કે મીડિયા બે દિવસમાં જતુ રહેશે અમે જ રહેશું. તેમણે કહ્યું કે આજે પણ મીડિયા વાળા ન આવ્યા પરંતુ એ વાત છુપાવી કે ગામની બહાર જ તેમને રોકી દેવામાં આવ્યા છે.
હાથરસ કેસ: DMનું અસંવેદનશીલ નિવેદન, પીડિત પરિવારને કહ્યું- જે મળી રહ્યું છે તે રાખી લો છોકરી કોરોનાથી મરી જાત તો...
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Oct 2020 10:35 PM (IST)
ડીએમ સાહેબે કોરોનાનો પણ ભય બતાવ્યો અને કહ્યું છોકરી જો કોરોનાથી મળી જાત તો શું મળત.
- - - - - - - - - Advertisement - - - - - - - - -