દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં નેપાળના અંગત પ્રવાસ પર છે. રાહુલ ગાંધીની નેપાળ મુલાકાતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે કાઠમંડુની એક નાઈટ ક્લબમાં જોવા મળી રહ્યા છે. આ વીડિયો વાઈરલ થયા બાદ ભાજપે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર હુમલા શરૂ કરી દીધા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વીડિયો નેપાળના લોર્ડ ઓફ ધ ડ્રિંક્સનો છે.


આ અંગે ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કહ્યું કે, રાહુલ ગાંધી જે કરી રહ્યા છે તે તેમનો અંગત મામલો છે. પરંતુ રાજસ્થાનના જોધપુરમાં હિંસા થઈ રહી છે ત્યારે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે, રાજસ્થાન સળગી રહ્યું છે. આ અંગે ચિંતા વ્યક્ત કરવાને બદલે રાહુલ ગાંધી નેપાળની એક નાઈટ ક્લબમાં પાર્ટી કરતા જોવા મળે છે. જ્યારે તેઓને ભારતના લોકોની સમસ્યાઓ વિશે જાણવા માટે જવુ જોઈએ. પૂનાવાલાએ વધુમાં કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી ખતમ થઈ ગઈ છે, પરંતુ રાહુલ ગાંધીની પાર્ટી આ રીતે ચાલશે. તે રાજકારણમાં ગંભીર નથી. જ્યારે તેમની પાર્ટી અને દેશની જનતાને તેમની જરૂર છે, ત્યારે તેઓ નેપાળમાં પાર્ટી કરી રહ્યા છે.


 






અમિત માલવિયાએ નિશાન સાધ્યું 


ભાજપના સોશિયલ મીડિયા પ્રભારી અમિત માલવિયએ ટ્વીટ કર્યું કે, જ્યારે મુંબઈમાં હુમલો થયો ત્યારે રાહુલ ગાંધી નાઈટ ક્લબમાં જ હતા. હવે જ્યારે તેની પાર્ટી મુશ્કેલીમાં છે, તે હજુ પણ નાઈટ ક્લબમાં છે. તેમનામાં સાતત્ય છે.


પાર્ટી-હોલિડે દેશ માટે નવી નથી: કિરેન રિજિજુ


કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ રાહુલ ગાંધીનો વિડિયો શેર કરતા ઝાટકણી કાઢી હતી, વેકેશન, પાર્ટી, હોલિડે, પ્લેઝર ટ્રીપ, ખાનગી વિદેશ મુલાકાત વગેરે દેશ માટે નવી વાત નથી.


 






રણદીપ સુરજેવાલાએ કરી સ્પષ્ટતા


રણદીપ સુરજેવાલાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, રાહુલ ગાંધી એક મિત્રના ખાનગી લગ્ન સમારોહમાં ભાગ લેવા માટે નેપાળ ગયા હતા જે એક પત્રકાર પણ છે. કોઈ લગ્ન સમારોહમાં હાજરી આપવી એ આપણી સંસ્કૃતિ અને સભ્યતાની બાબત છે.