યુપી: કોંગ્રેસને જોરદાર ‘ઝટકો’, રીટા બહુગુણા જોશી જોડાઈ શકે ભાજપમાં
abpasmita.in | 17 Oct 2016 08:53 AM (IST)
નવી દિલ્લી: ઉત્તરપ્રદેશમાં સત્તાનો વનવાસ પૂરો કરવાનું સપનું જોઈ રહેલી કોંગ્રેસને ચૂંટણી પહેલા મોટો ઝટકો લાગી શકે છે. યુપીમાં કોંગ્રેસનો ચહેરો એવા રીટા બહુગુણા જોશી પાર્ટી છોડીને ભાજપમાં જોડાય તેવી અટકળો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રીટા બહુગુણા જોશી અને તેમનો દિકરો મયંક જોશી ભાજપના સંપર્કમાં છે. રીટા પોતાના ભાઈ અને અને કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા વિજય બહુગુણાના માધ્યમથી ભાજપના સંપર્કમાં છે. રીટા બહુગુણાને લાગી રહ્યુ છે કે તે યુપીમાં કોંગ્રેસની રાજનીતિ હવે હાંસિયામાં જતી રહી છે. પાર્ટીએ સીએમ પદના ઉમેદવાર તરીકે શીલા દિક્ષિતને પહેલા જ ઉતારી દીધા છે અને રાજ બબ્બર પાસે યુપી કોંગ્રેસની કમાન છે. પાર્ટીના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પોતે ખાટ સભાઓ, સદેશ યાત્રા અને કિસાન યાત્રા કરીને પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે.એવામાં રીટા બહુગુણા ક્યાંય દેખાતા નથી. જો કે આ પહેલા પણ રીટાના પાર્ટી છોડવાના અહેવાલો હતો. અને દર વખતે તેમણે આ સમાચારોનું ખંડન કર્યુ હતું. તેમની સમાજવાદી પાર્ટીમાં જોડાવવાની પણ અટકળો લગાવવામાં આવી હતી. યુપીમાં રાજકારણ ગરમાયુ છે. અને કોંગ્રેસ દરેક રીતે યુપીમાં જોર લગાવી રહી છે. હવે જોવાનું રહેશે કે શું રીટા બહુગુણા જોશી પાર્ટી છોડશે કે કેમ કોણ છે રીટા બહુગુણા જોશી ઈલાહાબાદ યુનિમાં પ્રોફેસર હતા 67 વર્ષના રીટા બહુગુણા જોશીનો સંબંધ મોટા રાજકીય પરિવાર સાથે રહ્યો છે. તે યુપીના પૂર્વ સીએમ હેમવંતી નંદન બહુગુણાના દિકરી છે. રીટાના ભાઈ ઉત્તરાખંડના પૂર્વ સીએમ વિજય બહુગુણા છે. રીટા બહુગુણા મહિલા કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા છે. રીટા યુપી કોંગ્રેસની કમાન પણ સંભાળી ચૂક્યા છે. હાલ રીટા લખનૌ વિધાનસભા સીટથી ધારાસભ્ય છે.