પાક દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન, એક જવાન શહીદ
abpasmita.in | 16 Oct 2016 10:42 PM (IST)
નવી દિલ્લી: પાકિસ્તાન દ્વારા ફરી એકવખત નાપાક હરકત કરી છે. પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ફરી એકવખત ઉલ્લંધન કરવામાં આવ્યું છે. સીઝફાયર દરમિયાન એક જવાન શહીદ થયો છે. પાકિસ્તાન તરફથી જમ્મુ-કશ્મીરના રાજૌરી જિલ્લામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. છેલ્લા એક મહિનાની શાંતિ બાદ પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંધન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાની સૈનિકોએ રજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા સ્થિત મુખ્ય ચોકી પર હથિયારોથી ગોળીબાર કરી સંધર્ષ વિરામનું ઉલ્લંધન કર્યું હતું. પાકના આ ફાયરિંગનો ભારતીય સેનાએ પણ મૂંહતોડ જવાબ આપ્યો હતો. ભારતીય સેના સર્જિકલ સ્ટ્રાઈકના હુમલા બાદ આજ સુધી જમ્મુ-કશ્મીરમાં સંધર્ષ વિરામનું ઉલ્લંધન 25 થી વધુ વખત કરવામાં આવ્યું છે.