આસારામની જામીન અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
abpasmita.in | 17 Oct 2016 08:11 AM (IST)
નવી દિલ્લી: આસારામની જામીન અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. આસારામની જામીન અરજી પર આજે સુપ્રીમકોર્ટ ચુકાદો આપે તેવી શકયતા છે. આસારામે આરોગ્યનું કારણ આગળ ધરીને જામીન માંગ્યા હતા. આસારામના આરોગ્યની ચકાસણી માટે સુપ્રીમ કોર્ટે મેડિકલ બોર્ડની રચના કરવાના આદેશો આપ્યા હતા. મેડિકલ બોર્ડનો રિપોર્ટ આજે કોર્ટ સમક્ષ રજૂ થાય તેવી શકયતા છે જેના આધારે કોર્ટ કોઈ ચુકાદો આપી શકે છે. આસારામ છેલ્લા કેટલાક સમયથી જામીન મેળવવા માટે પ્રયાસરત છે.