નવી દિલ્લીઃ સ્વદેશમાં નિર્માણ પામેલ યુદ્ધ વિમાન તેજસ પહેલીવાર 8 ઓક્ટોબરે પોતાની તાકાત દેખાડશે. આ વિમાન પહેલીવાર હવામાં કરતબ બતાવશે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા એલસીએ તેજસને ભારતીય વાયુસેનામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. બેંગ્લુરુમાં થયેલા એક કાર્યક્રમમાં તેજસ વાયુસેનાના સ્કૉવ્ડ્રનમાં લાઇટ કૉમ્બેટ એરક્રાફ્ટ એટલે કે એલસીએને સમાવેશ કરવામાં આવ્યો હતો.

હાલમાં જ ભારતે ફ્રાંસ પાસેથી 36 રફાલ યુદ્ધ વિમાન ખરીદવાને સરકારે લીલી ઝંડી આપી દીધી છે.  ત્યાર સ્વદેશ બનાવટના તેજસને નજરઅંદાજ કરી શકાય તેમ નથી.