નવી દિલ્હીઃ દેશભરમાં કોંગ્રેસી નેતાઓ દ્વારા અવારનવાર જીભ લપસી જવાની ઘટનાઓ બનતી હોય છે, પરંતુ આ વખતે જાહેર મંચ પરથી આવી ઘટના સામે આવી છે. દિલ્હીમાં આયોજિત કોંગ્રેસની જનસભામાં પાર્ટીના નેતાએ જાહેરમાં પ્રિયંકા ગાંધીની જગ્યાએ 'પ્રિયંકા ચોપડા જિન્દાબાદ'ના નારા લગાવતા લોકો ચોંકી ગયા હતા. આનો એક વીડિયો પર વાયરલ થઇ રહ્યો છે.

ખરેખરમાં, બન્યુ એવુ કે દિલ્હીની સભામાં કોંગ્રેસી નેતા સુરેન્દ્ર કુમાર જાહેર મંચ પરથી લોકોને સંબોધિત કરી રહ્યાં હતા, તે દરમિયાન તેઓ સૌથી પહેલા સોનિયા ગાંધી ઝિન્દાબાદ બોલ્યા, પછી રાહુલ ગાંધી ઝિન્દાબાદ બોલ્યા. ઠીક ત્યારબાદ તેમને પ્રિયંકા ગાંધી વાડ્રાની જગ્યાએ મોટેથી 'પ્રિયંકા ચોપડા ઝિન્દાબાદ'નો નારો લગાવ્યો હતો.

'પ્રિયંકા ચોપડા ઝિન્દાબાદ'નો નારો લગાવતાની સાથે જ મંચ પર સાથે ઉભેલા નેતા અને લોકો એકાએક ચોંકી ગયા હતા. આ દરમિયાન મંચ પર કોંગ્રેસ નેતા સુભાષ ચોપડા પણ હતા, તે પણ ચોંકી ગયા હતા.


જોતજોતમાં આ વીડિયો સોશ્યલ મીડિયા એટલો બધો વાયરલ થઇ ગયો કે ટ્વીટર પર ટ્રેન્ડ કરવા લાગ્યો હતો.