મુંબઈ: મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું તેમની સરકારે મુંબઈમાં આરે મેટ્રો કાર શેડના નિર્માણ વિરુદ્ધ આંદોલન કરી રહેલા પ્રદર્શનકારીઓ સામે દાખલ કરેલા કેસ પરત લેવાનો નિર્ણય લીધો છે. પત્રકારો સાથેની વાતચીતમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, મે આરે મેટ્રો કાર શેડ વિરુદ્ધ આંદોલન કરી રહેલા પ્રદર્શનકારીઓ સામે દાખલ કરેલા કેસ પરત ખેંચવાનો આદેશ આપ્યો છે.


અગાઉ ઉદ્ધવ સરકારે આરે મેટ્રો કાર શેડના નિર્માણ પર પ્રતિબંધ જાહેર કર્યો હતો.જ્યારે મેટ્રો કાર શેડનું બાંધકામ બંધ કરવાની જાહેરાત પછી, આ વૃક્ષો બચાવવા માટે વિરોધ કરી રહેલા વિરોધીઓ રવિવારે બપોરે આરે પર એકઠા થયા હતા અને સીએમ ઉદ્ધવ ઠાકરેનો આભાર માન્યો હતો.

મુંબઈની આરે કોલોનીમાં મેટ્રો કાર શેડ માટે કાપવામાં આવતા વૃક્ષોને બચાવવા માટે ધરણાની સાથે સાથે પ્રદર્શન પણ યોજાયું હતું. આ દરમિયાન પોલીસે પર્યાવરણીય કાર્યકરો સામે કેસ દાખલ કર્યા હતા.