પટનાઃ લોકસભા ચૂંટણી દરમિયાન બીજેપી છોડીને કોંગ્રેસમાંસ મેલ થયેલા બોલીવુડ સ્ટાર શત્રુઘ્ન સિન્હા સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદીએ આપેલા ભાષણથી ઘણા પ્રભાવિત થયા છે અને મોદી પર પ્રહાર કરનારા શોટગને સુર બદલ્યા છે. તેમણે કહ્યું કે, 15 ઓગસ્ટે પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી આપેલું ભાષણ ખૂબ સાહસિક, તથ્યપ્રેરક અન વિચારોત્તેજક હતું.



તેમણે ટ્વિટ કરીને કહ્યું, હું મારી કોમેન્ટને લઈ પ્રસિદ્ધ કે કુખ્યાત રહ્યો છું. પરંતુ હું અહીંયા એક વાત સ્વીકારવા માંગું છું કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી 15 ઓગસ્ટે જે ભાષણ આપ્યું તે ખૂબ સાહસિક, તથ્યપ્રેરક અને વિચારોત્તેજક હતું. તેમાં દેશ સામેની તમામ સમસ્યાનો સારી રીતે ઉલ્લેખ હતો.



કોંગ્રેસની ટિકિટ પરથી પટના સાહિબથી ચૂંટણી લડેલા બોલિવુડ સ્ટારે કહ્યું કે, જો તમે નદીઓ જોડવાનું પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું સપનું પૂરું કરવાની ઈચ્છા હોય તો હું તમારી સાથે વાત કરી શકું છું. જે દેશમાં પૂર રોકવામાં ઘણું મદદગાર સાબિત થશે.


વડાપ્રધાન મોદીએ સ્વતંત્રતા દિવસ પર આપેલા ભાષણની પ્રશંસા કરનાર શત્રુઘ્ન સિન્હા બીજા કોંગ્રેસી નેતા છે. આ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે કહ્યું હતું કે, અમે તમામ પ્રધાનમંત્રીની ત્રણ જાહેરાતોનું સ્વાગત કરીએ છીએ.


ગુજરાત-રાજસ્થાનની આ બોર્ડર અચાનક કેમ કરાઈ સીલ ? જાણો કારણ

#SLvNZ પ્રથમ ટેસ્ટઃ શ્રીલંકાએ ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી આપી હાર, કરૂણારત્નેની સદી