Congress Lok Sabha News: લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં તમામ રાજકીય પક્ષો હવે આખરી ઓપ આપી રહ્યાં છે. સત્તાધારી ભાજપ પક્ષે ગઇકાલે જ પોતાની પ્રથમ યાદી જાહેર કરીને બધાંને ચોંકવ્યા છે. આ લિસ્ટમાં ભાજપે કુલ 16 રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોના ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી છે. તો વળી હવે સમાચાર છે કે, કોંગ્રેસ પણ બહુ જલદી પોતાની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. હાલમાં જ  સમાચાર મળી રહ્યાં છે કે, કોંગ્રેસના મહાસચિવ અને દિગ્ગજ નેતા પ્રિયંકા ગાંધી આ વખતે લોકસભા ચૂંટણી લડી શકે છે.


કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024ને લઇને તૈયારીઓ પુરી કરી લીધી છે, અને બહુ જલદી પ્રથમ યાદી જાહેર કરી શકે છે. આ લિસ્ટમાં પ્રિયંકા ગાંધીનું નામ આવી શકે છે. સુત્રો અનુસાર, લોકસભા 2024ની ચૂંટણીને લઈને કોંગ્રેસ તરફથી મોટા સમાચાર મળી શકે છે. દમણ-દિવની લોકસભા બેઠક પરથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડી શકે છે. દમણ-દિવ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કેતન પટેલે પણ આ વાતનો દાવો કર્યો છે. 


ખાસ વાત છે કે, ભાજપે દમણ-દિવ બેઠકથી પહેલાથી જ નામની જાહેરાત કરી દીધી છે, આ બેઠક પરથી ભાજપે લાલુ પટેલને ટિકિટ આપી છે, લાલુ પટેલનું નામ જાહેર થતા સમર્થકોમાં ઉત્સાહનો માહોલ છે. આ જાહેરાત બાદ આતશબાજી કરીને સમર્થકોએ ઉજવણી પણ કરી હતી. પરિવારજનો અને સમર્થકોએ લાલુ પટેલને શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે. 


BJPની પહેલા લિસ્ટમાં દિગ્ગજોને નહિ સ્થાન, જાણો ક્યાં નેતાના નામ ગાયબ 


ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં 195 ઉમેદવારોના નામ છે, જેમાંથી 34 વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના વર્તમાન મંત્રીઓ છે. મતલબ કે ભાજપે ફરી આ મંત્રીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે ભાજપે પ્રથમ યાદીમાં ઘણા શક્તિશાળી મંત્રીઓના નામ જાહેર કર્યા નથી. સૌથી પહેલા જાણીએ કે ભાજપે કયા મંત્રીઓ પર ફરીથી વિશ્વાસ વ્યક્ત કર્યો છે.


ભાજપની પ્રથમ યાદીમાં આ મંત્રીઓને ટિકિટ મળી હતી


નરેન્દ્ર મોદી - વારાણસી


અમિત શાહ - ગાંધીનગર


રાજનાથ સિંહ - લખનૌ


સ્મૃતિ ઈરાની - અમેઠી


કિરેન રિજિજુ - અરુણાચલ પૂર્વ


રાજીવ ચંદ્રશેખર - તિરુવનંતપુરમ


જ્યોતિરાદિત્ય સિંધિયા- ગુના


ભૂપેન્દ્ર યાદવ -અલવર


ગજેન્દ્ર સિંહ શેખાવત- જોધપુર


સર્બાનંદ સોનોવાલ- ડિબ્રુગઢ


સંજીવ બાલિયા- મુઝફ્ફરનગર


અર્જુન મુંડા -ખુંટી


અર્જુન રામ મેઘવાલ -બિકાનેર


પરષોત્તમ રૂપાલા -રાજકોટ


મનસુખ માંડવીયા- પોરબંદર


દેવુસિંહ ચૌહાણ -ખેડા


કૈલાશ ચૌધરી -બાડમેર


જીતેન્દ્ર સિંહ -ઉધમપુર


અન્નપૂર્ણા દેવી- કોડરમા


જી કિશન રેડ્ડી- સિકંદરાબાદ


ફગ્ગન સિંહ કુલસ્તે- મંડલા


વિરેન્દ્ર ખટીક-- ટીકમગઢ


વી મુરલીધરન - અટિંગલ


સત્યપાલ બઘેલ - આગ્રા


અજય મિશ્રા ટેની -ખેરી


કૌશલ કિશોર -મોહનલાલગંજ


ભાનુ પ્રતાપ વર્મા-  જાલૌન


સાધ્વી નિરંજન જ્યોતિ - ફતેહપુર


પંકજ ચૌધરી  - મહારાજગંજ


નિશીથ પ્રામાણિક- કૂચ બિહાર


શાંતનુ ઠાકુર -બાણગાંવ


સુભાષ સરકાર – બાંકુરા


હવે વાત કરીએ એવા મંત્રીઓની કે જેમનું કદ મોદી સરકારમાં ભલે ઘણું મોટું હોય, પરંતુ તેઓ લોકસભા ચૂંટણીની પ્રથમ યાદીમાં પોતાનું સ્થાન બનાવી શક્યા ન હતા. જો કે તેમાંથી કેટલાક રાજ્યસભામાંથી સાંસદ પણ બન્યા છે, પરંતુ ભાજપની તાજેતરની રણનીતિ અનુસાર પાર્ટી રાજ્યસભાના સાંસદોને પણ મેદાનમાં ઉતારી શકે છે. પાર્ટીએ પોતાની પ્રથમ યાદીમાં પણ આ કર્યું છે. જો કે, ચાલો જાણીએ કે મોદી સરકારના કયા મંત્રીઓને પ્રથમ યાદીમાં સ્થાન મળ્યું નથી.


આ મંત્રીઓને પહેલી યાદીમાં નથી મળ્યું સ્થાન


નીતિન ગડકરી,ગિરિરાજ સિંહ,રાજકુમાર સિંહ,અનુરાગ ઠાકુર,રાવ ઈન્દ્રજીત સિંહ,અશ્વિની ચૌબે,વીકે સિંહ,કૃષ્ણપાલ,દાનવે રાવસાહેબ દાદારાવ,નિત્યાનંદ રાય,શોભા કરંડલાજે,દર્શના જરદોશ,  મીનાક્ષી લેખી,સોમ પ્રકાશ,રામેશ્વર તેલી,અન્નપૂર્ણા દેવી,નારાયણસ્વામી,અજય ભટ્ટ,ભગવંત ઘુબા,કપિલ મોરેશ્વર પાટીલ,પ્રતિમા ભૌમિક,સુભાષ સરકાર,રાજકુમાર રંજન સિંહ,ભારતી પંવાર,બિશ્વેશ્વર તોડુ,એમ. મહેન્દ્રભાઈ,જોન બાર્લા,આ મંત્રીઓને પહેલી યાદીમાં નથી મળ્યું સ્થાન