લખનઉ: ઉત્તર પ્રદેશના રાયબરેલીથી કોંગ્રેસના ધારાસભ્ય અદિતીસિંહે કમલ 370 અંગે મોદી સરકારે લીધેલા નિર્ણયનું સમર્થન કર્યું છે. રાયબરેલીથી ધારાસભ્ય અદિતી સિંહે કહ્યું, સરકારે કલમ 370 અંગે જે નિર્ણય કર્યો, હું તેનું સમર્થન કરૂ છું.


અદિતી સિંહે કહ્યું, સરકારના નિર્ણયના કારણે કાશ્મીર મુખ્યધારામાં સામેલ થશે. સરકારનો આ નિર્ણય ઐતિહાસિક છે. જેથી આ મામલે રાજનીતિ ન કરવી જોઈએ. મહત્વપૂર્ણ છે કે, અદિતી સિંહ પહેલા જનાર્દન દ્વવિદી અને મિલિંદ દેવરાએ પણ મોદી સરકારના નિર્ણયને આવકાર્યો હતો.

આ મામલે અદિતી સિંહે જણાવ્યું હતું કે આ મારો વ્યક્તિગત ઓપિનિયન છે તેના પર મે એકદમ નક્કી કરી દિધુ હતું કે કલમ 370 બદલવા માટે જે બિલ લાવવામાં આવ્યું હું તેના પક્ષમાં છું. મારૂ માનવું છે કે દેશની જે સુરક્ષા વ્યવસ્થા છે, તેના પર પણ અસર પડશે. જમ્મુને વધારે સુવિધાઓ મળશે. અને આ ઐતિહાસિક નિર્ણય છે, આ નિર્ણય પાર્ટી લાઈન કરતા ઉપર ઉઠીને છે. હું સરકારનુ આ મુદ્દે સમર્થન કરૂ છું.