નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારની સામે હંમેશા બાયો ચઢાવીને ઉભી રહેતી માયાવતીએ કલમ 370 પર સાથ આપીને બધાને ચોંકાવી દીધા છે. મોદી સરકારને રાજ્યસભામાં સાથે આપવા પાછળ માયાવતીનો ખાસ સંદેશ છે.


ઉલ્લેખનીય છે કે, ગઇકાલે સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં કલમ 370 ખતમ કરવા માટે રાષ્ટ્રપતિના આદેશ અનુસાર બીલ રજૂ કર્યુ, તેને ભારે બહુમતીથી પાસ પણ કરી દેવામાં આવ્યુ હતુ. હવે આજે લોકસભામાં બિલ પર ચર્ચા બાદ પાસ કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે.

ખાસ વાત એ છે કે, વાત વાતમાં બીજેપી સરકારનો વિરોધ કરનારી બસપા સુપ્રીમો માયાવતી એકએકા કલમ 370 પર મોદી સરકારની સાથે દેખાઇ હતી.



માયાવતીએ કલમ 370 પર સમર્થન આપવા પાછળ ખાસ કારણ બતાવ્યુ હતું. તેમને કહ્યું કે મોદી સરકારનો આ મહત્વપૂર્ણ નિર્ણય છે. આનાથી જમ્મુ-કાશ્મીરના લોકોનો વિકાસ થશે, અમે આનુ સ્વાગત કરીએ છીએ. આનાથી બાબા સાહેબ આંબેડકરના બૌદ્ધ અનુયાયીઓ ખુબ ખુશ થયા છે.



જમ્મુ-કાશ્મીરના લોકોને બંધારણીય રીતે સામાજિક, આર્થિક અને રાજકીય લાભ મળશે. લોકોની ખુબ લાંબા સમયથી માંગ હતી તે આજે પુરી થઇ છે. હવે જમ્મુ-કાશ્મીરમાં દલિતો, આદિવાસીઓ અને અલ્પસંખ્યકોના હિતમાં કામ કરવામાં આવશે. જે અમને માન્ય છે.