મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અગાઉ કોગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોગ્રેસ ધારાસભ્ય ગોપાલદાસ અગ્રવાલ સોમવારે ભાજપમાં સામેલ થયા હતા. આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહ્યા હતા.

આ અગાઉ કેજ વિધાનસભા બેઠક પરથી એનસીપી ઉમેદવાર નમિતા મુંદડા સોમવારે ભાજપમાં સામેલ થયા હતા. તે સિવાય વંચિત બહુજન આઘાડી નેતા ગોપીચંદ પડાલકર અને કોગ્રેસ ધારાસભ્ય કાશીરામ પાવરા પણ ભાજપમાં સામેલ થયા હતા.


પડાલકર આ વર્ષે સાંગલી લોકસભા બેઠક પરથી વીબીએની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા. હવે તે એનસીપીના વરિષ્ઠ નેતા અને રાજ્યના  પૂર્વ ઉપમુખ્યમંત્રી અજિત પવારને બારામતી વિધાસભા બેઠક પરથી પડકાર આપી શકે છે.