PAKએ કરતારપુર કોરિડોરના ઉદ્ધાટન માટે મનમોહનસિંહને આપ્યું આમંત્રણ, સ્વીકાર નહી કરે પૂર્વ PM
abpasmita.in | 30 Sep 2019 06:26 PM (IST)
પાકિસ્તાનના વિદેશ મંત્રી એસએમ કુરેશીએ આ જાણકારી આપી હતી.
નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પાકિસ્તાનના આમંત્રણનો સ્વીકાર કરશે નહીં. વાસ્તવમાં પાકિસ્તાને કરતારપુર કોરિડોર શ્રદ્ધાળુઓ માટે 9 નવેમ્બરના રોજ ખોલશે. પાકિસ્તાને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને આમંત્રણ આપ્યું હતું. પાકિસ્તાનના વિદેશ મંત્રી એસએમ કુરેશીએ આ જાણકારી આપી હતી. સૂત્રોના કહેવા પ્રમાણે, ડો.મનમોહન સિંહ પાકિસ્તાનના આમંત્રણનો સ્વીકાર કરશે નહીં. પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીએ કહ્યું કે, અમે ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને કરતારપુર કોરિડોરના ઉદ્ધાટન સમારોહમાં આમંત્રિત કરવા માંગીએ છીએ. તે શીખ સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. અમે તેમને ઔપચારિક આમંત્રણ મોકલીશું. પાકિસ્તાને કૂટનીતિક ચાલને જોતા ભારતીય વડાપ્રધાન મોદીને આમંત્રણ મોકલ્યું નહોતું. પરંતુ પૂર્વ વડાપ્રધાન ડો મનમોહન સિંહને આમંત્રિત કર્યા હતા પરંતુ પાકિસ્તાનની આ ચાલ સફળ રહી નહોતી.