ભોપાલઃ કોંગ્રેસ એક તરફ નાગરિકતા સંશોધન કાયદાનો દેશભરમાં વિરોધ કરી રહી છે ત્યારે મધ્યપ્રદેશમાં કોંગ્રેસના ધારાસભ્યએ નાગરિકતા સંશોધન કાયદાનું સમર્થન કર્યુ છે. કોંગ્રેસના ધારાસભ્ય હરદીપ સિંહ ડંગે કાયદાનું સમર્થન કરતાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપી નેતા શિવરાજ સિંહે ચૌહાને ટ્વિટ કરી CAAના સમર્થન માટે તેમનો આભાર માન્યો છે.

મંદસૌરના સુવાસરાથી કોંગ્રેસના ધારાસભ્ય હરદીપ સિંહ ડંગે નાગરિકતા સંશોધન કાયદાનું સમર્થન કરતાં કહ્યું, કાયદો લાગુ કરવામાં આવે તો કંઈ ખોટું નથી. સીએએ અને એનઆરસીને અલગ રીતે જોઈ શકાય છે. આપણા જે ભાઈઓ પાકિસ્તાનમાં પરેશાન છે, તેમને અહીંયા સુવિધા મળે તો તેમાં કોઈ વાંધો નથી.

MPનાં પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાને ટ્વિટ કરીને હરદીપ સિંહનો આભાર માન્યો છે. તેમણે અન્ય નેતાઓને સીએએને સમર્થન કરવાની સલાહ આપી હતી. મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સરકાર છે અને સીએમ કલમનાથ તેમના રાજ્યમાં સીએએ લાગુ નહીં કરે તેમ કહ્યું હતું.

આ પહેલા પણ ડંગે પાર્ટીની વિચારધારાથી અલગ નિવેદન આપ્યું હતું. કાશ્મીરમાંથી કલમ 370 રદ કરવામાં આવ્યા બાદ તેમણે મોદી સરકારના ફેંસલાનું સમર્થન કર્યુ હતું.


ICC મહિલા T-20 વર્લ્ડકપઃ ભારતીય ટીમની થઈ જાહેરાત, જાણો કોને-કોને મળ્યું સ્થાન

ચેતેશ્વર પુજારાએ રણજી ટ્રોફીમાં ફટકારી સાતમી બેવડી સદી, સચિન-ગાંગુલી પણ નથી કરી શક્યા આ કારનામું

ફિટનેસ ટેસ્ટને લઈને હાર્દિક પંડ્યાના ટ્રેનરે શું કર્યો મોટો ખુલાસો? જાણો વિગત