દેશની સૌથી મોટી સુરક્ષા એજન્સી NIA એ આઈએસના નેટવર્ક સાથે જોડાયેલી તપાસમાં સ્પેશિયલ સેલ તથા તમિલનાડુ પોલીને સામેલ કરી છે. જેમાં મોટાભાગના દક્ષિણ ભારત સાથે સંકળાયેલા છે. આતંકીઓ યુપી, દિલ્હી-એનસીઆર, ગુજરાત તથા અન્ય રાજ્યોમાં મોટા ટાર્ગેટ સોંપવામાં આવ્યા છે. જેમાં મોટી સખ્યામાં લોકો ભરતી થઈ રહ્યા છે.
સૂત્રોના દાવા પ્રમાણે ખ્વાજા મુઈનુદ્દીન દક્ષિણ ભારતમાં આઈએસનો ટોપ કમાન્ડર છે. તેને પોલીસ અને સેનાના ભરતી કેમ્પ પર હુમલો કરવાનો આદેશ મળ્યો હોવાનો પૂછપરછમાં ખુલાસો થયો છે. સેલના જણાવ્યા મુજબ આરએસએસના અનેક મોટા નામ આતંકીઓના હિટ લિસ્ટમાં છે. આ લોકો હિન્દુ નેતાઓના પોસ્ટરોના આધારે તેમની ઓળખ કરીને હત્યાનો પ્લાન કરી રહ્યા હતા. સેલ આતંકીઓના કોડની ભાષાને ડિકોડ કરવાની કોશિશ કરી રહી છે.
આઈએસ અનેક રાજ્યોમાં નેટવર્ક બનાવી ચુક્યું છે. સંગઠન સાથે સંકળાયેલા લોકો મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરલ અને તમિલનાડુમાં બેઠક કરતા હતા. દિલ્હી પોલીસે અત્યાર સુધી આઈએસ આતંકી મોડ્યુલ સાથે સંકળાયેલા 16 લોકોની ઓળખ કરી ચુક્યુ છે. ગુજરાત, તમિલનાડુ, કેરલ અને અન્ટ કેટલાક સ્થલો પર દરોડા પાડવામાં આવ્યા છે. આ કારણે આતંકી ઝફરને ટ્રાંઝિસ્ટ રિમાન્ડ પર ગુજરાતથી દિલ્હી લાવવામાં આવ્યો છે.
ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા ભારતને લાગ્યો મોટો ફટકો, હાર્દિક પંડ્યા ફિટનેસ ટેસ્ટમાં થયો ફેલ
વિદ્યાર્થીઓ ક્લાસના બદલે સડકો પર, મુશ્કેલીમાં છે દેશઃ સુનીલ ગાવસ્કરનું નિવેદન
2013થી ભારત નથી જીતી શક્યું કોઈ ICC ટુર્નામેન્ટ, ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડીએ જણાવ્યું કેમ હારી જાય છે ટીમ ઈન્ડિયા ?