મુંબઇઃ છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં સત્તાનુ રાજકારણ વધુને વધુ ગરમાતુ દેખાઇ રહ્યુ છે, હવે આ ચક્રવ્યૂહમાં કોંગ્રેસ પણ કુદી રહી હોય એવુ લાગી રહ્યું છે. કોંગ્રેસ ધારાસભ્ય ઋતુરાજ પાટિલ ઉદ્વવ ઠાકરેને મળવા પહોંચ્યા હતા

રિપોર્ટ પ્રમાણે કોંગ્રેસ ધારાસભ્ય ઋતુરાજ પાટિલ ઉદ્વવ ઠાકરેને મળવા માતોશ્રી પહોંચ્યા હતા, ઋતુરાજ પાટિલ લગભગ 12 વાગે માતોશ્રી પહોંચ્યા હતા. બન્ને નેતાઓ વચ્ચે લગભગ દોઢ કલાક સુધી મુલાકાત ચાલી હતી. બહાર નીકળ્યા બાદ કોંગ્રેસ નેતાએ મીડિયાના સવાલોના જવાબો ટાળ્યા હતા અને ચુપચાપ ગાડીમાં બેસીને નીકળી ગયા હતા. ઋતુરાજ પાટિલ ડી વાય પાટીલના પૌત્ર છે.



હાલ, મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને લઇને શિવસેના અને બીજેપી વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે, ત્યારે આ પ્રકારની મુલાકાતથી અનેક પ્રકારના કયાસો લગાવવામાં આવી રહ્યાં છે. શિવસેના બીજેપી પાસે 50-50 ફૉર્મ્યૂલા પર કામ કરવાની વાત કહી રહી છે, જ્યારે બીજેપી આ વાતનો ઇનકાર કરી રહી છે.