COVID19: રાહુલ ગાંધીએ PM મોદીને પત્ર લખી કહ્યું, - ભયંકર પડકાર સામે લડવા સરકાર સાથે ઉભા છીએ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Mar 2020 03:47 PM (IST)
રાહુલ ગાંધીએ કહ્યું અમે આ ભયંકર પડકાર સામે લડવા અને તેના પર કાબૂ મેળવવા માટે સરકાર સાથે ઉભા છીએ.
નવી દિલ્હી: કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનંત્રી નરેંદ્ર મોદીને પત્ર લખ્યો છે. રાહુલ ગાંધીએ પીએમ મોદીને પત્ર લખીને કોરોના વાયરસ પર અભિપ્રાય આપ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું અમે આ ભયંકર પડકાર સામે લડવા અને તેના પર કાબૂ મેળવવા માટે સરકાર સાથે ઉભા છીએ. કેંદ્ર સરકારે રાજ્યોને આદેશ આપ્યા છે કે લોકડાઉનની કડક રીતે પાલન કરાવવામાં આવે. એક શહેરથી બીજા શહેરોમાં જઈ રહેલા મજૂરોના અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવે. પ્રવાસી મજૂરો માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવે. ભારતમાં અત્યાર સુધીમાં દર્દીઓની સંખ્યા વધીને એક હજારને પાર પહોંચી છે. આ ખતરનાક વાયરસના કારણે દેશમાં 26 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં 6, ગુજરાતમાં પાંચ, કર્ણાટકમાં ત્રણ, મધ્યપ્રદેશમાં 2 અને તમિલનાડુ, બિહાર,પંજાબ,દિલ્હી,પશ્ચિમ બંગાળ,જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે.