નવી દિલ્હીઃ કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે. વિશ્વભરમાં સાડા છ લાખથી વધારે લોકો તેનાથી સંક્રમિત થયા છે અને 30 હજારથી વધારેના મોત થયા છે. ભારતમાં પણ કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 1100 નજીક પહોંચી ગઈ છે.


શું ફેલાઈ હતી અફવા

વિશ્વભરની સરકારો કોરોનાથી બચવાના ઉપાયો કરી રહી છે, ભારતમાં પણ લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. જોકે કોરોનાને લઈ કેટલીક અફવા પણ ફેલાઈ છે. કોરોના વાયરસ હવાથી ફેલાતો હોવાની વાતનું વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ ખંડન કર્યુ છે.

WHOએ શું કરી સ્પષ્ટતા

WHO અનુસાર જો કોઈ સંક્રમિત વ્યક્તિના 1 મીટરની અંદર સ્વસ્થ વ્યક્તિ ઉભો રહે તો કોરોના વાયરસ શ્વાસ દ્વારા તેના શરીરમાં જઈ શકે છે. આ રીતે કોઈ સંક્રમિત વ્યક્તિના થૂંકના કણ પડ્યા હોય અને કોઈ વ્યક્તિ તેને સ્પર્શ કર્યા બાદ પોતાના આંખ, નાક કે મોંને સ્પર્શી લે તો પણ વાયરસ તેના હાથ દ્વારા શરીરમાં પ્રવેશી શકે છે. તેથી સમયાંતરે હાથ ધોતા રહેવા જરૂરી છે.



Coronavirus:  સ્પેનની રાજકુમારીનું પેરિસમાં મોત, વિશ્વમાં રોયલ ફેમિલીમાં COVID-19થી પ્રથમ મોત, જાણો વિગત

મન કી બાતમાં મોદીએ કહ્યું, Lockdownથી થયેલી પરેશાની માટે માફી માંગુ છું, પરંતુ જરૂરી હતું