Congress : મિશન 2024 માટે વિપક્ષી એકતા માટે પ્રયાસ કરી રહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મળ્યા હતા. ઉમંગભર્યા વાતાવરણમાં યોજાયેલી આ બેઠક બાદ જ્યારે બંને નેતાઓ સામસામે આવી ગયા ત્યારે ઘુમી ફરીને એક જ સવાલ સામે આવ્યો હતો કે આખરે વિપક્ષનું નેતૃત્વ કોણ કરશે? આ એવો પ્રશ્ન છે જેના વિશે વિપક્ષી પાર્ટીઓના નેતાઓ હજુ પણ બેચેની અનુભવે છે. હકીકતમાં કોંગ્રેસ નેતાઓએ ભારત જોડો યાત્રા બાદ રાહુલ ગાંધીને પીએમ પદના ઉમેદવાર જાહેર કરવાનું શરૂ કર્યું છે. પરંતુ સંસદ સભ્યપદ છોડ્યા બાદ નીતિશ કુમાર ફરી સક્રિય થઈ ગયા છે.

કોણ કરશે નેતૃત્વ? નીતીશ-રાહુલ વચ્ચે ઓલ ઈઝ નોટ વેલ?

આજે ફરી એકવાર રાહુલ અને નીતિશ કુમારની બેઠક બાદ આ પ્રશ્ન ઉભો થયો હતો. ત્યારબાદ બંને નેતાઓ મૂંઝવણમાં મુકાઈ ગયા. જાણે કંઈ બન્યું જ ના હોય તેમ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આભાર કહીને આ પ્રશ્નનો જવાબ આપવાનું ટાળ્યું હતું. પરંતુ બંને નેતાઓના હાવભાવ જોઈને સમજી શકાય છે કે તેઓ આ પ્રશ્ન માટે તૈયાર નથી. જો કે, બંને નેતાઓએ ચોક્કસપણે કહ્યું હતું કે, આ એક ઐતિહાસિક બેઠક હતી અને આવનારા સમયમાં તેઓ દેશના વિપક્ષી દળોને એક કરશે.

સાથે મળીને લડીશું : રાહુલ

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, વિપક્ષને એક કરવા માટે એક મોટું ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. જ્યાં સુધી કેટલા વિરોધ પક્ષો તેમાં જોડાશે, હું કહેવા માંગુ છું કે તે એક પ્રક્રિયા છે. અમે દેશ માટે વિપક્ષના વિઝનને આગળ વધારીશું. જે પણ પક્ષો અમારી સાથે જશે અમે આગળ વધીશું. તેમણે કહ્યું હતું કે, દેશમાં ચાલી રહેલી વૈચારિક લડાઈ લડવામાં આવશે. સંસ્થાઓ પરના હુમલા, દેશ પરના હુમલા સામે આપણે બધા સાથે મળીને ઊભા રહીશું.

'ઘણા લોકો સાથે આવશે'

બિહારના સીએમ નીતિશ કુમારે દાવો કર્યો હતો કે, વિપક્ષ એકતા મિશનમાં ઘણી પાર્ટીઓ સાથે આવશે. તેમણે કહ્યું હતું કે, અમે લાંબી ચર્ચા કરી છે. દેશભરમાં વધુને વધુ પક્ષોને એક કરવા પ્રયાસ કરશે. તે માટે પ્રયત્ન કરીશું, બધા સહમત થશે પછી બધા સાથે બેસીશું, સાથે ચાલીશું. મામલો ફાઈનલ થઈ ગયો છે, જેટલા લોકો સંમત થશે તે બધા બેસીને ભવિષ્ય નક્કી કરશે.

એક થઈને લડીશું

કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કહ્યું હતું કે, અમે નક્કી કર્યું છે કે અમે એક થઈને લડીશું. અમારી વચ્ચે ઐતિહાસિક બેઠક યોજાઈ અને અમે ઘણી બાબતો પર ચર્ચા કરી. અમે સૌએ સાથે મળીને નક્કી કર્યું કે, આવનારી ચૂંટણીમાં તમામ પક્ષોને એકજૂથ કરીને એક થઈને લડવાનો અમારો નિર્ણય છે. અમે બધા સાથે મળીને એક જ રસ્તે ચાલીશું.