નવી દિલ્લી: પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરિંદર સિંહે આજે કહ્યું કે બીજેપીના પૂર્વ સાંસદ નવજોત સિંહ સિદ્ધૂ સાથે કોંગ્રેસની વાતચીત થઈ રહી નથી અને પાર્ટીના કોઈ પણ સભ્ય તેમના સંપર્કમાં નથી. પરંતુ તેમને સિદ્ધૂ તરફથી મિત્રતાનો હાથ આગળ વધારતા કહ્યું કે, તે કોઈ પણ શરત વગર પાર્ટીમાં જોડાઈ શકે છે.


અમરિંદરે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના પંજાબ ચૂંટણી અભિયાનના કાર્યક્રમ પર ચર્ચા કરવા માટે આજે સવારે પોતાના ઘર પર પંજાબ કોંગ્રેસના શીર્ષ નેતાઓની સાથે બેઠક કર્યા પછી આજે અહીં આ વાત કહી હતી.

તેમને કહ્યું, “પૂર્વમાં કોંગ્રેસમાં જોડાયેલા બીજા નેતાઓની જેમ સિદ્ધૂ પણ કોઈ પણ જાતની શરત રાખ્યા વગર અમારો ભાગ બની શકે છે.” પંજાબ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું, ‘નવજોત સિંહ સિદ્ધૂ સહિત કોઈ પણ શરત રાખ્યા વિના કોંગ્રેસમાં જોડાઈ શકે છે. અત્યાર સુધી ના તો કોંગ્રેસના કોઈ પણ સભ્યએ સિદ્ધૂ સાથે વાત કરી છે ના તો સિદ્ધૂએ કોંગ્રેસનો સંપર્ક કર્યો છે.’