લખનઉઃ સમાજવાદી પાર્ટીના ઘરના ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. પાર્ટી  તૂટવાના આરે ઉભી છે. આ વચ્ચે મુખ્યમંત્રી અખિલેશ યાદવે પાર્ટીની બેઠકમાં પોતાનો ગુસ્સો કાઢ્યો  હતો અને પિતાને સંભળાવ્યુ હતું અને મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપવાની પણ ઓફર આપી હતી. એટલું જ નહીં બેઠકમાં ગળે મળતા સમયે કાકા શિવપાલ અને ભત્રીજા અખિલેશ વચ્ચે ધક્કામુક્કી થઇ ગઇ હતી.


જાહેરમાં શિવપાલે કહ્યુ હતું કે અખિલેશ ખોટુ બોલી રહ્યો છે. મુલાયમસિંહે કહ્યું કે, અખિલેશ સરકાર ચલાવે જ્યારે શિવપાલ પાર્ટી ચલાવે. મુલાયમે કહ્યું કે, આપણે આપણી નબળાઇઓને દૂર કરવી જોઇએ અને પરસ્પર લડવું જોઇએ નહીં. આપણે હાલમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છીએ. શિવપાલે જે કામ કર્યું તેને ભૂલી શકાય નહીં. અમરસિંહે પણ મારી ખૂબ મદદ કરી છે, તે મારા મોટાભાઇ સમાન છે.

અમરસિંહ અને શિવપાલને હું છોડીશ નહીં. શિવપાલ યાદવ પ્રજાના પ્રિય નેતા છે. મેં પાર્ટી માટે ખૂબ સંઘર્ષ કર્યો છે. કેટલાક નેતાઓ ફક્ત ચાપલૂસી કરવામાં લાગ્યા છે. પાર્ટી અને પરિવારમાં લડાઇથી હું ખૂબ દુખી છું. શિવપાલે પણ પોતાના ભાષણ દરમિયાન મુલાયમસિંહ યાદવને મુખ્યમંત્રી બનાવવાનો ઇશારો કર્યો હતો. હું કસમ ખાઇને કહું છું કે, અખિલેશે કહ્યુ હતું કે તે નવી પાર્ટી બનાવી લેશે. હું ગામડે-ગામડે સાઇકલ લઇને ફર્યો હું, મારુ કોઇ યોગદાન નથી.