નવ દિલ્હી: આગામી લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હરાવવા માટે કૉંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળો એક થયા છે. લોકસભા ચૂંટણી જીતવા માટે કૉંગ્રેસે બે ચરણમાં પોતાની ફૉર્મૂલા તૈયાર કરી દીધી છે. વિપક્ષી દળોના મહાગઠબંધને વડાપ્રધાનના ચહેરા વગર લોકસભા ચૂંટણીના મેદાનમાં ઉતરવાની રણનીતિ બનાવી છે.


સૂત્રો અનુસાર લોકસભા ચૂંટણી જીતવા માટે અને સરકાર બનાવવા માટે કૉંગ્રેસ બે ચરણમાં પોતાની ફૉર્મૂલા તૈયારી કરી છે. જેના પ્રમાણે પ્રથમ ચરણમાં કૉંગ્રેસ તમામ દળો સાથે ગઠબંધન કરીને લોકસભા ચૂંટણીમાં ભાજપ અને નરેન્દ્ર મોદીને હરાવવાની રણનીતિ અપનાવશે. જ્યારે બીજા ચરણમાં ચૂંટણી પરિણામ બાદ પ્રધાનમંત્રીનો ઉમેદવાર કોણ હશે તેના પર નિર્ણય કરવામાં આવશે. એટલે કે મહાગઠબંધન પીએમ ઉમેદવારની જાહેરાત કર્યા વગર ચૂંટણી લડશે.

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે રાહુલ ગાંધીએ કહ્યું છે કે, મોદી પીએમ ત્યારેજ બનશે જ્યારે 230 થી 240 બેઠકો પર જીત મેળવશે, પરંતુ મને વિશ્વાસ છે કે જો ગઠબંધન સટીક રહેશે તો ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં આપણને વધારે સીટ મળશે. જ્યાં મોદીને ગઠબંધનના સહયોગી વડાપ્રધાન બનવા દેશે નહીં અને ભાજપે સત્તા ગુમાવવી પડશે. આ દરમિયાન કૉંગ્રેસ અધ્યક્ષે શિવસેના સાથે ગઠબંધનને ફગાવી દીધું છે. તેમણે કહ્યું કે શિવસેના સાથે મતભેદ છે. જેને લઈને તેમની સાથે સંભવ નથી. પ્રથમ ચરણમાં ભાજપને હરાવવાનું લક્ષ્ય રહેશે અને બીજા ચરણમાં બેઠકો પરથી નક્કી થશે કે પીએમ કોણ હશે.