Jammu and Kashmir: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે હાલમાં જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન કઠુઆમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે તેમની તબિયત લથડી હતી.
આ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે તે તેઓ સભાને સંબોધિત કરી રહ્યા છે અને અચાનક બોલતા બોલતા અટકી જાય છે. ત્યારે જ બાજુમાં લોકો તેમને સંભાળે છે અને તેમને પાણી પીવડાવે છે.
રવિવારે કઠુઆમાં જનસભાને સંબોધિત કરતી વખતે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની તબિયત લથડી હતી. ખડગેએ કહ્યું, અમે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા માટે લડીશું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું- હું 83 વર્ષનો છું, હું આટલી જલદી મરવાનો નથી. જ્યાં સુધી પીએમ મોદી સત્તામાંથી બહાર નહીં થાય ત્યાં સુધી હું જીવતો રહીશ. કઠુઆમાં ભાષણ દરમિયાન તેમને અસ્વસ્થ લાગ્યું. મંચ પર હાજર કોંગ્રેસના નેતાઓએ તરત જ તેમની મદદ કરી. કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધન કરીને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી લડી રહી છે.
થોડીવાર પછી, તે બેસીને ભાષણ આપ્યું, પરંતુ ફરીથી વચ્ચે જ અટકી ગયા. બાદમાં તેઓ ઉભા થયા અને 2 મિનિટ સુધી ભાષણ આપ્યું. જતી વખતે તેમણે બધાને સંબોધતા કહ્યું કે તેઓ 83 વર્ષના છે અને હજુ મરવાના નથી. તેમણે કહ્યું કે જ્યાં સુધી હું મોદીને સત્તા પરથી દૂર નહીં કરું ત્યાં સુધી હું મરીશ નહીં. તમને જણાવી દઈએ કે, જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ બાદ ચૂંટણીઓ થઈ રહી છે. કાશ્મીરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઉપરાંત રાહુલ ગાંધીએ પણ સભા સંબોધી હતી,
આ પણ વાંચો....