ઉત્તરપ્રદેશ: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમના બહેન અને કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પુલવામા આતંકી હુમલામાં 14 ફેબ્રુઆરીએ શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા ઘરે પહોચ્યા હતા. તેઓએ શામલી અને કેરાનામાં શહીદ અમિત કુમાર કોરી અને પ્રદીપ કુમાર પ્રજાપતિના પરિવારને મળીને શોક વ્યક્ત કર્યો હતો. અને સાંત્વના પાઠવી હતી. લગભગ 15 મિનિટ જેટલો સમય તેઓ પરિવારને મળ્યા હતા. રાહુલ અને પ્રિયંકા સાથે કૉંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાજ બબ્બર પણ હાજર હતા.



શહીદ જવાનની તસવીર પર રાહુલ ગાંધીએ પુષ્પ અર્પિત કરી શ્રદ્ધાંજલિ આપી હતી. અને કહ્યું કે પરિવાર સાથે કૉંગ્રેસ પાર્ટી તેમની સાથે છે. પ્રિયંકાએ શહીદ જવાન અમિતના પરિવારને સાંત્વના આપતા કહ્યું કે સમગ્ર દેશ અને કૉંગ્રેસ પરિવાર તમારી સાથે છે. પ્રિયંકાએ કહ્યું કે આ દુખના સમયે કૉંગ્રેસ પાર્ટી પરિવાર સાથે છે. આ દેશની મોટી શહાદત છે. હું આ દુખને સારી રીતે સમજી શકું છું, મારા પિતા સાથે પણ આવી ઘટના બની હતી. મે પણ મારા પિતાને ગુમાવ્યા છે.

પુલવામા હુમલોઃ ચંબલના ડાકુએ કરી જાહેરાત, સરકાર કહે તો 700 સાથીઓ સાથે પાકિસ્તાનને ધૂળ ચટાવી દઉં



ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરના પુલવામામા થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થઈ ગયા હતા. આ ઘટના બાદ સમગ્ર દેશમાં પાકિસ્તાન વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરી રહ્યાં છે. અને જવાનોના શહાદતનો બદલો લેવાની માંગ કરી રહ્યાં છે.