લુધિયાણાઃ ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા નવજોત સિંહ સિદ્ધુએ પુલવામા હુમલા બાદ આપેલા નિવેદનની ચારેબાજુથી ટીકા થઈ રહી છે. આ કારણે તેને કપિલ શર્મા શોમાંથી પણ હટાવી દેવામાં આવ્યો છે. પંજાબના લુધિયાણા અને અમૃતસરમાં નવજોત સિંહ સિદ્ધુ અને આર્મી ચીફ જનરલ બાજવા ગળે મળતા હોય તેવા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં જનરલ બાજવા અને સિદ્ધુની તસવીરો પર લાલ રંગના પંજાના નિશાન પણ કરવામાં આવ્યા છે. પોસ્ટર કોણે લગાવ્યા તેની જાણકારી મળી નથી.

વાંચોઃ નવજોત સિંહ સિદ્ધૂને લઈને અર્ચના પૂરન સિંહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણીને ચોંકી જશો

સિદ્ધૂએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, ‘તમે આ હુમલાનો આરોપ આખા દેશ પર ન મુકી શકો. આખો દેશ કે કોઈ એક વ્યક્તિને તેના માટે જવાબદાર ન ઠેરવી શકો.’ લોકોએ સિદ્ધૂના આ નિવેદને પાકિસ્તાન પ્રત્યે પ્રેમ તરીકે લીધું અને સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો. સિદ્ધૂનું આ નિવેદન વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર સિદ્ધૂને કપિલ શર્મા શોથી બહાર કરવાની માગ ઉઠી હતી.

વાંચોઃ આતંકી હુમલા પર બોલવું ભારે પડ્યું નવજોત સિંહ સિદ્ધૂને, The Kapil Sharma Showમાંથી થઈ હકાલપટ્ટી