જયપુર: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે જયપુરમાં રોડ શો કરશે અને કાર્યકર્તા સમ્મેલન કરી વિધાનસભા ચૂંટણીના પ્રચારની શરૂઆત કરશે. કૉંગ્રેસ અધ્યક્ષ આશરે ત્રણ કલાકનો રોડ શો અને કાર્યકર્તા સમ્મેલન કરશે.
આ પહેલા, ભાજપ તરફથી પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ જયપુર પ્રવાસ કરી ચુક્યા છે. ભાજપ બાદ કૉંગ્રેસે પણ કમર કસી છે અને કૉંગ્રેસ અધ્યક્ષ જયપુરથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. જાણકારી મુજબ, રાહુલ ગાંધી એરપોર્ટથી રામલીલા મેદાન સુધી 10 કિમી યાત્રા ત્રણ કલાકમાં પૂર્ણ કરશે. કૉંગ્રેસ પાર્ટી તરફથી જયપુરમાં રાહુલ ગાંધીના સ્વાગત માટે ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. રાહુલ ગાંધી લગભગ 1 વાગ્યે જયપુર એરપોર્ટ પર પહોંચશે અને શહેરમાં રોડ શો કરતા 4 વાગ્યે રામલીલા મેદાન પહોંચશે. અશોક ગેહલોતે કહ્યું કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો પ્રવાસ ઐતિહાસિક હશે.