નવી દિલ્હી: કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડૉક્ટર ડીએસ રાણાએ જણાવ્યું કે તેમની નિયમિત તપાસ કરવામાં આવશે. તેમની હાલત સ્થિર છે. આજે દિવસ દરમિયાન સોનિયા ગાંધીએ કૉંગ્રેસના રાજ્યસભા સાંસદ સાથે બેઠક કરી હતી. તેમને સાંજે સાત વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


હોસ્પિટલના અધિકારીએ જણાવ્યું કે, 'કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને સાંજે આશરે સાત વાગ્યે રૂટિન તપાસ માટે દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત સ્થિર છે.'