નવી દિલ્લીઃ ડેંગ્યું અને ચિકનગુનિયાને લઇને રાજકીય ગરમાવો આવી ગયો છે. આજે કૉંગ્રેસ તમામ 70 વિધાનસભા મત વિસ્તારોમાં 'ભાગેડૂ દિવસ' મનાવી રહી છે. કૉંગ્રેસનો આરોપ છે કે, જ્યારે દિલ્લી સરકારને પાયાની કામગીરી કરવાની જરૂર છે ત્યારે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને બીજા મંત્રીઓ દિલ્લીની બહાર છે. આ વિરોધ વચ્ચે દિલ્લી સરકારે તમામ પક્ષોને સાથે મળીને કામ કરવાની અપિલ કરી છે.
દિલ્લીમાં અત્યાર સુધીમાં ચિકનગુનિયાથી મરનારની સંખ્યા 12 સુધી પહોંચી ગઇ છે. દિલ્લીમાં કાલે 75 વર્ષના વૃદ્ધની ગંગારામ હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થઇ ગઈ હતી. ગંગારામ હૉસ્પિટલમાં અત્યાર સુધીમાં 4 લોકોની મોત થઇ ચુકી છે.
દિલ્લીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કાલે 10 વધુ હૉસ્પિટલના પ્રવાસ કરી ચુક્યા છે. અને ત્યાં સારવારની ચકાસણી કરી છે. તેમજ ઉપરાજ્યપાલ નજીબ જંગે પણ ઇમરજન્સી બેઠક બોલાવીને તમામ સિવિલ એજન્સીઓને મળીને ડેંગ્યું અને ચિકનગુનિયા સામે લડવા માટે કહ્યું છે.