Congress Protest: કોગ્રેસ રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યુ- મોંઘવારી અને બેરોજગારીના કારણે દેશમાં વધી રહી છે નફરત
કોંગ્રેસ આજે દિલ્હીના રામલીલા મેદાનમાં ભાજપ વિરુદ્ધ હલ્લા બોલ માર્ચ કરી રહી છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે કેન્દ્ર સરકાર કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. ED દ્વારા 55 કલાક સુધી મારી પૂછપરછ કરવામાં આવી, હું તમારી EDથી ડરતો નથી. તમે મને 55 કલાક કે 5 વર્ષ સુધી પૂછપરછ કરતા રહો, તેનાથી કોઈ ફરક પડશે નહીં.
રાહુલ ગાંધીએ કૃષિ કાયદા માટે કહ્યું કે આ ત્રણ કાયદા ઉદ્યોગપતિઓ માટે લાવવામાં આવ્યા છે. ખેડૂતોની શક્તિએ આ કાયદાઓ પાછા ખેંચવાની ફરજ પાડી. ભારતમાં સામાન્ય નાગરિકો મુશ્કેલીમાં છે. જીએસટીએ નાના વેપારીઓને ખત્મ કરી દીધા છે. તમે પૂછો કે કોંગ્રેસે શું કર્યું. હું કહું છું કે 70 વર્ષમાં કોંગ્રેસે ક્યારેય આટલી મોંઘવારી બતાવી નથી.
મોદી સરકારમાં માત્ર બે ઉદ્યોગપતિઓને ફાયદો થઇ રહ્યો છે. તમારા ડર અને નફરતનો ફાયદો તેમના હાથમાં જઈ રહ્યો છે. છેલ્લા 8 વર્ષમાં અન્ય કોઈને કોઈ લાભ મળ્યો નથી. આ બે ઉદ્યોગપતિઓને પેટ્રોલિયમ, એરપોર્ટ, મોબાઈલનું સમગ્ર ક્ષેત્ર આપવામાં આવી રહ્યું છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રામલીલા મેદાનમાં જનસભાને સંબોધિત કરી રહ્યા છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે દેશની હાલત કોઈનાથી છુપી નથી. જ્યારથી ભાજપની સરકાર આવી છે, દેશમાં નફરત અને ગુસ્સો વધી રહ્યો છે.
જે ભયભીત છે તેનામાં નફરત ઉત્પન્ન થાય છે. ભારતમાં નફરત વધી રહી છે. ભારતમાં ડર વધી રહ્યો છે. મોંઘવારી, બેરોજગારી અને ભવિષ્યનો ભય વધી રહ્યો છે. બીજેપી અને આરએસએસના નેતાઓ દેશના ભાગલા પાડે છે અને જાણીજોઈને દેશમાં ભય પેદા કરે છે. તેઓ લોકોને ડરાવે છે અને નફરત પેદા કરે છે.
કોંગ્રેસે પોતાના ટ્વિટર હેન્ડલ પર રામલીલા મેદાનના મંચની તસવીર શેર કરી છે. આ તસવીરોમાં કોંગ્રેસના ઘણા મોટા નેતાઓ સ્ટેજ પર બેઠેલા જોવા મળી રહ્યા છે.
દિલ્હીના રામલીલા મેદાનમાં રેલીને સંબોધિત કરતી વખતે રાજસ્થાનના પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટે રેલીને સંબોધતા કહ્યું કે દેશમાં મોંઘવારીથી લોકોની કમર તૂટી ગઈ છે. જ્યારે ભાજપ વિપક્ષમાં હતો ત્યારે તે GSTનો વિરોધ કરતો હતો અને દરેક વસ્તુ પર GST લાગુ કર્યો છે. કોંગ્રેસ જનતાની લડાઈ લડતી રહેશે. આ સરકાર પણ ખેડૂત વિરોધી છે. પહેલા ખેડૂતો વિરુદ્ધ કાયદો બનાવો. આજે ડીઝલ, ગેસ, પેટ્રોલ અને રોજબરોજની વસ્તુઓ ખૂબ મોંઘી થઈ ગઈ છે. કોંગ્રેસના કાર્યકરો ગરીબી, બેરોજગારી, મોંઘવારી અને બંધારણીય સંસ્થાઓને ખોખલા કરવા સામે લડતા રહેશે.
કોંગ્રેસે પોતાના ટ્વિટર હેન્ડલ પર રામલીલા મેદાનનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં જનસભાને લઈને કોંગ્રેસના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
બ્રેકગ્રાઉન્ડ
દેશમાં મોંઘવારી સામે અવાજ ઉઠાવી કોંગ્રેસ આજે દિલ્હીના રામલીલા મેદાનમાં ભાજપ વિરુદ્ધ હલ્લા બોલ માર્ચ કરી રહી છે. રામલીલા મેદાનના મંચ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ આવવા લાગ્યા છે. રાહુલ ગાંધી પણ હવેથી થોડા સમય પછી પહોંચવાના છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું કે, NCCના આહવાન પર રાહુલના નેતૃત્વમાં દેશભરમાંથી લોકો મોંઘવારી અને બેરોજગારી સામે વિરોધ કરવા આવ્યા છે. દેશમાં મોંઘવારી અને બેરોજગારીથી લોકો ત્રસ્ત છે. મને લાગે છે કે ભારત સરકાર આને ધ્યાનમાં લેશે અને લોકોને મોંઘવારીમાંથી રાહત આપશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -