પાર્ટી મહાસચિવ મુકુલ વાસનિક તરફથી જાહેર નિવેદન અનુસાર ઉત્તર પ્રેદશના બારાબંકી, અસમની પાંચ, તેલંગાણાની 8, મેઘાલયની બે અને સિક્કિમ અને નાગાલેન્ડની એક એક સીટ માટે ઉમેદવારના નામ જારી કર્યા છે. પાર્ટીના વરિષ્ઠ નેતા પીએલ પુનિયાના દીકરા તનુજ પુનિયાને બારાબંકીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
આ પહેલા કોંગ્રેસના ઉમેદવારોની બે યાદી જારી કરી હતી. પ્રથમ લિસ્ટમાં 15 અને બીજી લિસ્ટમાં 21 ઉમેદવારના નામની જાહેરાત કરી હતી. આ રીતે પાર્ટીએ અત્યાર સુધી 54 ઉમેદવારના નામની જાહેરાત કરી છે. 11 એપ્રિલથી 19 મે સુધી 7 તબક્કામાં લોકસભા ચૂંટણી માટે મતદાન થશે. મતગણતરી 23 મેના રોજ થશે.