હવે આ અધ્યાદેશને રાજ્યપાલ પાસે મોકલી મંજૂરી લેવામાં આવશે. રાજ્યપાલ પાસેથી મંજૂરી મળ્યા બાદ ધર્માંતરણ કાયદો બની જશે. વિધાનસભાના આગામી સત્રમાં આ પ્રસ્તાવને સદનમાં ચર્ચા માટે રાખવામાં આવશે. ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યા પહેલાથી જ કહી ચૂક્યા હતા કે લવ જેહાદ વિરૂદ્ધ કડક કાયદો આ પ્રકારની ઘટનાઓ પર અંકુશ લગાવવા માટે કારગર સાબિત થશે.
ડ્રાફ્ટ પ્રમાણે લગ્ન માટે બદઈરાદાથી ધર્મ પરિવર્તન માટે કરવામાં આવતા લગ્ન પણ ધર્માંતરણ કાયદા હેઠળ આવી જશે. જો કોઈ ધર્મ પરિવર્તન માટે માનસિક અને શારીરિક રીતે અત્યાચાર કરે છે તો તે પણ આ નવા કાયદા હેઠળ આવશે. ધર્માંતરણના કીસ્સામાં જો માતા-પિતા, ભાઈ-બહેન અથવા અન્ય બ્લડ રિલેશન ધરાવતી વ્યક્તિ ફરિયાદ કરે છે તો તેમની ફરિયાદ પર કાર્યવાહી શરૂ કરી શકાશે. ધર્માંતરણ માટે દોષિત જણાતા એક વર્ષથી 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે. લગ્ન કરાવનાર પંડિત કે મૌલવીને તે ધર્મ અંગે સંપૂર્ણ જાણકારી હોય તે જરૂરી છે.