નવી દિલ્હી: યૂપી ચૂંટણીમાં કોંગ્રેસ દિલ્હીની પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતને મુખ્ય ચહેરા તરીકે ઉતારવા જઈ રહી છે. કોંગ્રેસ તેની સત્તાવાર જાહેરાત ગુરુવાર સુધીમાં કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં સળંગ 15 વર્ષ સુધી શાસન કરનાર શીલા દીક્ષિત યૂપીમાં કોંગ્રેસ પાર્ટીથી સીએમ પદની ઉમેદવાર હશે. તમને જણાવી દઈએ કે, શીલા દીક્ષિતના નામને લઈને પહેલાંથી ચર્ચા વિચારણા થઈ રહી છે. કોંગ્રેસના નેતા અને વરિષ્ઠ નેતા ગુલામ નેતા આઝાદ આજે સાંજે એક પ્રેસ કોન્ફરન્સ કરશે. કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રેસ કોન્ફરન્સમાં શીલા દીક્ષિતની ઉમેદવારીની જાહેરાત કરવામાં આવશે.