કોંગ્રેસ અંધ્યક્ષ સોનિયા ગાંધીના નેતૃત્વમાં શુક્રવારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઇ હતી. લોકસભાની ચૂંટણી બાદ રાહુલ ગાંઘીએ કોંગ્રેસ અધ્યક્ષના પદ પરથી રાજીનામુ આપી દીધું હતું. ત્યારબાદ સોનિયા ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદની કમાન સંભાળી હતી. કોગ્રેસમાં લાંબા સમયથી અંદાજો લગાવામાં આવી રહ્યો છે કે રાહુલ ગાંધીની ફરીથી અધ્યક્ષ પદ પર તાજપોશી થઇ શકે છે. જો કે કેટલીય વખત ગાંધી પરિવારથી અલગ અધ્યક્ષ બનવાનો અવાજ પણ પાર્ટીમાં ઉઠ્યો છે.


બેઠકમાં ખેડૂત આંદોલન, રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે સોનિયા ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. ઉપરાંત બેઠકમાં કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણી મુદ્દે પણ ચર્ચા થઇ હતી. તેમજ આ વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણીઓ બાદ કોંગ્રેસ પાર્ટી સંગઠનની ચૂંટણી યોજવાની જાહેરાત કરાઇ છે.